________________
૧૭૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ
કૂવા તળાવ જેવાં સર્વોપયોગી નવાણોને દુરસ્ત અને સ્વચ્છ કરવાં એ જીવનપ્રદ છે. વિશેષ નહિ તો રાષ્ટ્રીય તહેવારોને દિવસે કોઈ વૈદ્ય કે ડૉક્ટર ફી ન લે અને પૂરી કાળજી તેમજ ચીવટથી બધા દરજ્જાના દરદીઓની મમતાથી સારવાર કરે. સુખી ગૃહસ્થો તે દિવસમાં સૌને મફત દવા પૂરી પાડવા યત્ન કરે. દેશમાં, ખાસ કરી ગામડાંઓમાં, બનતી જીવનોપયોગી વસ્તુઓ, પછી તે ગમે તેવી રફ હોય તો પણ સ્વદેશની છે એટલા જ ખાતર અને ઉત્તેજન અપાય. શિક્ષકો ને અધ્યાપકો અભણ અને દલિત વર્ગોમાં જાતે જઈ, સંપર્ક સાધી તેમના પ્રશ્નો જાતે સમજે. આ અને આના જેવા આવશ્યક સદાચારો નિયમિત રીતે ઊભા કર્યા વિના ભારત તેજસ્વી બની ન શકે.
– જનકલ્યાણ સદાચાર અંક, ૧૯પ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org