________________
મોન્ટેસરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા અને તે સંબંધી મારા વિચારો - ૧૭૯ આ પદ્ધતિના પ્રચારમાં કોઈ બાધક માને તો તે મારા વિચાર પ્રમાણે એક ભૂલ છે. જો આ પદ્ધતિ ઈષ્ટ પરિણામ ઉત્પન્ન ન કરી શકે તો તેના પ્રયોક્તાઓ જાતે જ તેને દફનાવવાનું બળ ધરાવે છે, અને જો એ પદ્ધતિ સૌથી વધારે સરસ પરિણામ લાવશે (જેવો મારો તો વિશ્વાસ છે) તો તેને બહુ ખર્ચાળપણું કદી આડે આવવાનું જ નથી.
મોન્ટીસૉરી પદ્ધતિ ખરેખર ખર્ચાળ છે એ વાત માન્ય રાખીને જ એકદેશીય રીતે અત્યાર સુધી આ ચર્ચા કરવામાં આવી છે, તે ખાસ હેતુસર. એ હેતુઓ એ છે કે પરાધીનતા, ગરીબાઈ, વહેમ અને અજ્ઞાનના દોષોથી પીડાતો જે દેશ, એ જ દોષોના પોષણ પાછળ આંખો મીંચી અપવ્યય કર્યે જતો હોય અને જ્યારે તેની સમક્ષ ઉપર્યુક્ત દોષોનું નિવારણ કરે તેવી શિક્ષણ પદ્ધતિ મૂકવામાં આવતી હોય ત્યારે, તે દેશને તે પદ્ધતિ વિરુદ્ધ ખર્ચાળપણાનો વાંધો ઉઠાવવાનો અધિકાર જ કેવી રીતે સંભવે? પોતાનાં બાળકોના આત્માની અને શરીરની ખરી સુન્દરતા જોવાને બદલે માત્ર તેઓનાં શરીરને કૃત્રિમ રીતે શણગારી સુન્દર બતાવવા પાછળ ઘેલાં થઈ જનાર માબાપનો સાચા શિક્ષણ વિરુદ્ધ બહુ ખર્ચાળપણાનો વાંધો યોગ્ય ગણાય શું?
જે ધર્મગુરુઓ, મુલ્લા, મોલવી અને પંડિતો પોતાનો કે પોતાના ભક્તોનો હિતપ્રશ્ન વિચાર્યા સિવાય જ ધર્મ અને શાસ્ત્ર વિશેની શ્રદ્ધારૂપ કૂંચી ફેરવી ભક્તિનું તાળું ઉઘાડી ભક્તોની કૃપણ તિજોરીમાંથી પણ પૈસો કઢાવી પોતાનું આલસ્ય પોષ્ય જાય છે, તેઓને પ્રજાની સાચી શિક્ષા વિરુદ્ધ ખર્ચાળપણાનો પ્રશ્ન ઉઠાવવો ઘટે કે પોતાનો ખર્ચ ઓછો કરી પ્રજાના શિક્ષણમાં ફાળો આપવો ઘટે? જે લોકો ઘર વેચીને કે દેવાદાર થઈને દેશમાં કે પરદેશમાં ઊંચી કેળવણી લઈ છેવટે નોકરીના સુવર્ણપિંજરામાં પુરાય છે અને બિનજરૂરી ખર્ચે વધારી મૂકી દેવામાં, સાદગીનું અને સ્વાશ્રિતપણાનું બચ્ચું ખુચ્યું થોડું પણ તત્ત્વ ભૂંસી જવા જેવી પરિસ્થિતિ ઊભી કરી મૂકે છે, તેઓના મોઢે સામાન્ય જનતા માટે સ્વાશ્રય અને સાદગી આપનારી શિક્ષણ પદ્ધતિ વિરુદ્ધ ખર્ચાળપણાનો વાંધો શોભે ખરો ? જે દેશની પ્રજા તીર્થોના વૈભવો અને રાજાઓના વિલાસો પાછળ ખર્ચાતા કરોડો રૂપિયાનો બોજો હસતે મોઢે ઉઠાવી શકતી હોય તે પ્રજા પોતાનું ભાવિ ઘડનાર શિક્ષણપદ્ધતિ વિરુદ્ધ ખર્ચાળપણા વિશે આંસુ સારે તે સ્થિતિ ચલાવી લેવા લાયક ગણાય શું?
પણ ખરી રીતે આ પદ્ધતિમાં હંમેશને માટે ખર્ચાળપણાનો પ્રશ્ન રહી શકે જ નહિ. જેમ જેમ આ પદ્ધતિનાં પરિણામો વધારે વ્યાપતાં જશે અને આ પદ્ધતિ દેશમાં વધારે ને વધારે પચતી જશે તેમ તેમ તેનાં સાધનો અને ઉપકરણો અહીં જ સહેલાઈથી અને સસ્તી રીતે ઊભાં કરી શકાય એવી ગોઠવણ પણ સાથે જ થતી જવાની. જે વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org