Book Title: Samaj Dharma ane Sanskruti
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 202
________________ ૨૯. મોન્ટીસોરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા અને તે સંબંધી મારા વિચારો શિક્ષણની અનેક નવી નવી પદ્ધતિઓ પ્રચારમાં આવતી જાય છે. માન્ટીસોરી પદ્ધતિ તેમાંની એક છે. હમણાં હમણાં તે આપણા દેશમાં પણ દાખલ થતી જાય છે. તેમાં ભાવનગરનું બાલમંદિર સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ મંદિરનો કાર્યક્રમ જાણી, તેમાં થતા પ્રયોગોનો પરિચય કરી, તેમ જ ત્યાંના શિક્ષકો સાથે ચર્ચા કરી એ પદ્ધતિના સંબંધમાં કાંઈક સવિશેષ જાણવાની મારી વૃત્તિ તો પ્રથમથી હતી. તેવી તક મળી. આ તકનો લાભ લઉં તે પહેલાં ઊંચી કેળવણી પામેલા અને સરકારી ઊંચો હોદ્દો ધરાવનાર એક મારા સ્નેહી, જે આ મંદિર અને તેની પદ્ધતિનો પરિચય કરી આવ્યા હતા, તેઓનો મોન્ટીસોરી પદ્ધતિ વિશે શો અભિપ્રાય છે એ મેં જાણી લીધું. એ ભાઈએ આ પદ્ધતિ વિશે મુખ્યપણે ત્રણ વાંધા મને જણાવ્યા. એ વાંધા પહેલેથી જ જાણવામાં આવ્યા એટલે તો બાલમંદિર અને ત્યાંની પદ્ધતિનું જેમ બને તેમ ચોક્કસ જ્ઞાન મેળવવાની અને પછી તે વાંધામાં કેટલું તથ્ય છે એ વિચારવાની વૃત્તિ ઉદ્દભવી. આ વૃત્તિને અનુસરી બાલમંદિરના કાર્યક્રમનું સવિશેષ અવલોકન અને તે ઉપર વિચાર કરવામાં ત્રણ દિવસ વ્યતીત થયા. પરિણામે મારો વિચાર એ ભાઈના | વિચારથી જુદો જ બંધાયો. ત્રણ દિવસના અવલોકન અને તે દરમિયાન થયેલી ચર્ચાને અત્રે આપી આ લેખ લંબાવવા નથી ઇચ્છતો, પણ મોન્ટીસોરી પદ્ધતિ વિશે શા શા વાંધા જણાવવામાં આવ્યા હતા અને તે દરેક વાંધા ઉપર વિચાર કર્યા પછી શો વિચાર બંધાયો એ જ ટૂંકમાં અત્રે આપીશ. આ લેખનો ઉદ્દેશ એટલો જ છે કે દરેક યોગ્ય વ્યક્તિ કોઈ પણ શિક્ષણપદ્ધતિના ગુણ-દોષનો અને તેના લાભાલાભનો વિચાર કરતી થાય અને જે પદ્ધતિ વધારે અનુગુણ હોય તેનું વાતાવરણ તૈયાર કરવામાં પોતાથી બનતો ફાળો આપે. ત્રણ વાંધા આ છે : (૧) બહુ ખર્ચાળપણું, (૨) સ્વચ્છન્દ નિયમનનો અભાવ), અને (૩) હરીફાઈની ગેરહાજરી. પહેલા વાંધાના સંબંધમાં વિચાર કરીએ તે પહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232