________________
સ્વરાજ્ય અને સુરાજ્ય - ૧૫૯ કેળવણીના પડેલા ધોરી રસ્તાઓથી જેઓ સંતુષ્ટ નથી અને જેઓ કાંઈ દેશને જોઈએ તેવું અને ગામડાંને પચે તેવું શિક્ષણ માગી રહ્યા છે તેમને માટે આવશ્યક કાર્યક્ષેત્ર પૂરું પાડે છે.
દેશના કેટલાયે ભાગોમાં કાંઈ ને કાંઈ નાના પાયા ઉપર સુપ્રવૃત્તિઓ ચાલતી દેખાય છે. પણ ઉપરની બે પ્રવૃત્તિઓ એટલા માટે નોંધી છે કે પહેલી અત્યારે ભારતવ્યાપી છે, જ્યારે બીજી ગુજરાતવ્યાપી છતાં છેવટે ભારતવ્યાપી થવાની પૂર્ણ શક્યતા ધરાવે છે. આવી જ પ્રવૃત્તિઓ કયારેક સુરાજ્યની ઝાંખી કરાવશે એ ચોકક્સ. પ્રસ્થાન, ઑગસ્ટ ૧૯૫૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org