________________
૧૬ર • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ રાજ્યકર્તા તરીકે આવીને સ્થિર થયા, પણ તેઓ હિન્દુ સમાજથી જુદા જ ગણાયા છે. એ જ રીતે આપણે એ પણ જાણીએ છીએ કે કાંઈક મુસલમાનોના આવ્યા પહેલેથી અને ત્યાર બાદ સવિશેષ પારસીઓ હિન્દુસ્તાનમાં આવી વસ્યા અને તેમણે પણ મુસલમાનોની પેઠે હિન્દુસ્તાનને માતૃભૂમિ માની લીધી છે, છતાંયે તે હિન્દુ સમાજથી જુદા ગણાય છે. એ જ રીતે ક્રિશ્ચિયન ગોરી જાતિઓ પણ હિન્દુસ્તાનમાં રહેવા છતાં હિન્દુ સમાજનું અંગ બની નથી. આ બધું ધ્યાનમાં લઈ, તેમ જ હિન્દુ સમાજમાં ગણના પામેલ જાતિઓ અને વર્ગોના ધાર્મિક ઇતિહાસને ધ્યાનમાં લઈ તિલક જેવા સુજ્ઞ વિચારકોએ હિન્દુ શબ્દની જે વ્યાખ્યા બાંધી છે તે તદ્દન સાચી છે. તે વ્યાખ્યા પ્રમાણે જેના પુણ્યપુરુષો અને તીર્થો હિન્દુસ્તાનમાં આવ્યાં હોય, એટલે કે જેઓ હિન્દુસ્તાનને જ પોતાના દેવો અને ઋષિઓનું જન્મસ્થાન તેમજ હિન્દુસ્તાનને જ પોતાની તીર્થભૂમિ માનતા હોય તે હિન્દુ, અને તેમનો આખો સમાજ તે હિન્દુ સમાજ.
આપણા જૈનોને ઉપર કહેલ હિન્દુ સમાજની વ્યાખ્યા માન્ય ન કરવા માટે કોઈ પણ કારણ નથી. જૈનોના બધાં જ પુણ્યપુરુષો અને પુણ્યતીર્થો માત્ર હિન્દુસ્તાનમાં જ આવેલાં છે. તેથી જેનો હિન્દુ સમાજથી જુદા હોઈ શકે નહિ. તેમને જુદા મનાવવાની પ્રવૃત્તિ જેટલી ઐતિહાસિક ભ્રમણાવાળી છે તેટલી જ “હિન્દુ શબ્દનો વૈદિક પરંપરા એટલો સંકુચિત અર્થ કરી અણસમજુ અને સંપ્રદાયઘેલા જૈનોને ભરમાવવામાં આવે છે. પણ આ પહેલા પક્ષની પોકળતા અત્યારે ભણેલગણેલ ગણાતા કેટલાક લોકોના ધ્યાનમાં આવી ગઈ છે. એટલે વળી તેમણે એક નવો જ મુદ્દો ઊભો કર્યો છે અને તે મુદ્દામાંથી ઉપર સૂચવેલ બીજો પક્ષ ઊભો થયો છે. આ પક્ષ પ્રમાણે જૈન સમાજ હિન્દુ સમાજનું અંગ તો છે જ, પણ તે ધર્મની દૃષ્ટિએ હિન્દુ ધર્મથી ભિન્ન છે. હવે આપણે આ મુદ્દાને તપાસીએ.
અંગ્રેજોનો રાજ્યઅમલ શરૂ થયો ત્યાર પછી મનુષ્યગણનાની સગવડની દષ્ટિએ હિંદુ ધર્મ' શબ્દ વધારે પ્રચલિત અને રૂઢ થઈ ગયો છે. હિન્દુ સમાજમાં સમાતા બધા વર્ગો દ્વારા પળાતા એવા બધા જ ધર્મો હિન્દુ ધર્મની છત્રછાયામાં આવી જાય છે. ભારતમાં જન્મેલ, ઊછરેલ અને ભારતને જ માતૃભૂમિ માનેલ હોય એવા અને છતાં જેઓ પોતાનાં મૂળ ધર્મપુરુષો કે મૂળ તીર્થસ્થાનોને હિન્દુસ્તાનની બહાર માને છે તે બધાના ધર્મપંથો, જેવા કે ઇસ્લામ, જરથોસ્તી અને ખ્રિસ્તી, યહૂદી વગેરેને બાદ કરતાં બાકીના બધા જ ધર્મપંથી હિન્દુ ધર્મમાં આવી જાય છે. બૌદ્ધ ધર્મ, જેનો મુખ્ય અને મોટો ભાગ હિન્દુસ્તાનની બહાર જ છે તે, હિન્દુ ધર્મનો એક ભાગ જ છે. ભલે એનો અનુયાયી મોટો વિશાળ સમાજ અનેક જુદા જુદા દૂરવર્તી દેશોમાં પથરાયેલ હોય, છતાં ધર્મની દૃષ્ટિએ તો બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મની એક શાખામાં છે. ખરી રીતે જૈન સમાજ તો આખેઆખો હિન્દુસ્તાનમાં જ પહેલેથી વસતો આવ્યો છે, અને અત્યારે પણ વસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org