________________
૧૫૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ આપવાની પણ નહિ હોય. પણ ધારો કે એવી કાંઈ હોય તો તે અગવડ જ તેમને માટે પૂરતો પગાર ગણાવી જોઈએ, કેમકે તેઓ છેવટે જનતાની સેવા અર્થે એ પદે બેઠા છે.
લોકો કહ્યા કરે છે કે મોટા મોટા હોદ્દેદારોના પગાર બહુ વધારે છે, ખાસ કરી ચીન જેવા દેશની સરખામણીએ તો બહુ વધારે છે. બીજી બાજુ અમલદારોને એ અપૂરતા લાગે. તો આમાં સાચું શું? વિચાર કરતાં જણાશે કે બંને સાચા છે. લોકો ટીકા કરે છે તે પોતાના જીવનધોરણ અને પોતાની આવકની દૃષ્ટિએ. જે ઉચ્ચ કક્ષાના અમલદારોને પગાર અપૂરતો લાગતો હોય તેમનું મન વધારે આવકવાળાને સામે રાખી વિચાર કરતું હોય છે. પણ જો સ્વરાજ્ય સુરાજ્યની દિશામાં આગળ વધવું હોય તો ઊંચો હોદ્દો ધરાવનાર અમલદારોએ પોતાનું માનસ બદલવું જ જોઈએ. તેમણે પોતાનો વિચાર કર્યા પહેલાં પોતાના હાથ નીચેના અગવડ ભોગવતા અધિકારીઓની સગવડ વધારવાનો વિચાર પ્રથમ કરવો જોઈશે; અને જ્યાં લગી સામાન્ય જનતાનું જીવનધોરણ ઊંચું ન આવે ત્યાં લગી તેમણે અગવડ વેઠવામાં કતાર્થતા લેખવી જોઈશે. એમ ન થાય તો તેઓ કદી સામાન્ય જનતાની અને અગવડ ભોગવતા હાથ નીચેના અધિકારીઓની સાચી પ્રીતિ મેળવી નહિ શકે. સુરાજ્યમાં આવી સાચી પ્રીતિ મેળવવી એ જ ધન લેખાય છે.
આમ, બધું ચાલે છે તેમ ચાલતું હોવા છતાં સુરાજ્યમાં કોઈ કોઈ લક્ષણો સ્પષ્ટ રીતે આવિર્ભાવ પામતાં જાય છે, એ એક આશાસ્પદ અને જીવનપ્રદ વસ્તુ છે. આવાં લક્ષણોમાં, જેનું પ્રભાત ઊગ્યું છે અને જે વિચારનું ધ્યાન ખેંચે છે એવાં એક-બે લક્ષણોનો નિર્દેશ આવશ્યક છે. આચાર્ય વિનોબા ભાવેની ભૂદાનયજ્ઞ પ્રવૃત્તિ એ એક ક્રાન્તિકારી માનસને પૂરતો ખોરાક પૂરો પાડે છે અને દેશશરીરમાં એકત્ર થયેલ અને જામી ગયેલ નિરર્થક સંપત્તિના લોહીને ગતિ આપી દેશશરીરની સમધારણ તુલા રાખવાનું કામ કરી રહેલ છે. ગાંધીજીએ પ્રારંભેલ અહિંસાના સર્વતોમુખી યજ્ઞને એ વિસ્તારી અને વિકસાવી રહેલ છે. જેમાં લાખો અને કરોડોની આજીવિકાનો પ્રશ્ન ઉકેલવાનો સંભવ છે.
ગાંધીજીનું બીજું ચિરસેવિત સ્વપ્ન એ હતું કે બુદ્ધિની એકાંગી કેળવણીના સ્થાનમાં ક્રિયાપ્રધાન સર્વાગી કેળવણી દેશમાં પ્રતિષ્ઠા પામે, અને તે પ્રામાભિમુખ પણ બને.
આ સ્વપ્નને મૂર્ત કરવાનો પ્રયત્ન તો કેટલાંય વર્ષ થયાં ચાલતો હતો, પણ હમણાં એ પ્રયત્ન કાંઈક મોટા પાયા ઉપર શરૂઆત કરી છે અને તે પણ બ્રાહ્મણત્વનો યથાર્થ વારસો ધરાવનાર આજીવન કેળવણી તેમજ લોકકેળવણીને વરેલ શ્રી. નાનાભાઈ ભટ્ટ જેવાને હાથે. આ વસ્તુ આમ તો સાધારણ લાગે, પણ ચાલુ કેળવણી અને ઉચ્ચ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International