________________
સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા • ૧૩૧ વાસ્તેની આગળની તૈયારીરૂપ વિવિધ મિષ્ટાનો પણ નજરે નહિ ચડવાનાં. તેમ છતાં જેને વિચારદષ્ટિ હશે તે જોઈ શકશે કે કોંગ્રેસની એકેએક વિચારણા અને એકેએક કાર્યક્રમ પાછળ વ્યવહારુ અહિંસા અને વ્યવહારુ અનેકાન્તદષ્ટિ કામ કરી રહી છે.
ખાદી ઉત્પન્ન કરવી-કરાવવી અને તેને જ વાપરવી – એ કાર્યક્રમમાં છે તે કરતાં વધારે અહિંસાનું તત્ત્વ બીજી કોઈ રીતે કપડાં તૈયાર કરી વાપરવામાં છે એમ કોઈ જૈન સાધુ બતાવશે ? માત્ર નાની નાની જાતિઓ જ નહિ, નાના નાના પંથો જ નહિ, પણ પરસ્પર એકબીજાથી તદ્દન વિરોધી એવી ભાવનાવાળી મોટી મોટી જાતિઓ અને મોટા મોટા પંથોને પોતપોતાના ઐકાંતિક દષ્ટિબિંદુથી ખસેડી સર્વહિતસમન્વયરૂપ અનેકાંતદષ્ટિમાં સાંકળવાનું કામ કોંગ્રેસ સિવાય બીજી કોઈ સંસ્થા કે બીજી કોઈ જૈન પોષાળ કરે છે કે કામ કરી શકે છે, એમ કોઈ સાચો નિર્ભય જેનાચાર્ય કહી શકશે ? અને જો એમ જ છે તો ધાર્મિક કહેવાતા જૈન સાંપ્રદાયિક ગૃહસ્થો અને જૈન સાધુઓની દૃષ્ટિએ પણ તેમના પોતાના જ અહિંસા અને અનેકાંતદષ્ટિના સિદ્ધાંતને અંશે પણ જીવતો કરી બતાવવા વાસ્તે નવીન પેઢીએ કોંગ્રેસને માર્ગે જ વળવું જોઈએ એ એક જ વિધાન ફલિત થાય છે.
જૈન શાસ્ત્રમાં અનેક ઉદાત્ત સિદ્ધાંતો હોવાની વાતો ચોમેર ફેલાવાય છે. દાખલા તરીકે, દરેક સાધુ કે આચાર્ય એમ કહે કે મહાવીરે તો જાતપાતના ભેદ સિવાય પતિત અને દલિતને પણ ઉન્નત કરવાની વાત કહી છે, સ્ત્રીઓને પણ સમાન લેખવાની વાત ઉપદેશી છે; પણ જ્યારે આપણે એ જ ઉપદેશકોને પૂછીએ કે તમે જ ત્યારે એ સિદ્ધાંતો પ્રમાણે કેમ નથી વર્તતા? તે વખતે તેઓ એક જ જવાબ આપવાના કે લોકરૂઢિ બીજી રીતે ઘડાઈ ગઈ છે, એટલે એ પ્રમાણે વર્તવું કઠણ છે; વખત આવતાં રૂઢિ બદલાશે ત્યારે એ સિદ્ધાંતો અમલમાં આવવાના જ. એ ઉપદેશકો રૂઢિ બદલાય ત્યારે કામ કરવાનું કહે છે. એવી સ્થિતિમાં એ રૂઢિ બદલી, તોડીને તેમને વાસ્તે કાર્યક્ષેત્ર નિબંધ કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે અને એ જ કારણે વિચારક નવ પેઢીને કોંગ્રેસ સિવાય બીજો કોઈ સાંપ્રદાયિક કાર્યક્રમ સંતોષી શકે એમ છે જ નહિ.
હા, સંપ્રદાયમાં સંતોષ માની લેવા જેવી ઘણી વસ્તુઓ છે, જે તેને પસંદ કરે તે તેમાં ખુશીથી જોડાઈ રહે. થોડી વધારે કીમત આપી વધારે જાડું અને ખરબચડું ખાદીનું કપડું પહેરી કાંઈક પણ અહિંસાવૃત્તિ ન પોષવી હોય અને તેમ છતાં નળ ઉપર ચોવીસે કલાક ગરણું બાંધીને કે જીવાતખાનામાં બધી જીવાત ઠાલવીને અહિંસા પાળ્યાનો સંતોષ સેવવો હોય તો સાંપ્રદાયિક ક્ષેત્ર સુંદર છે. લોકો તેને અહિંસાપ્રિય ધાર્મિક પણ માનશે અને બહુ કરવાપણું પણ નહિ રહે. દલિતોદ્ધાર વાસ્તે પ્રત્યક્ષ જાતે કાંઈ કર્યા સિવાય અગર તે વાતે નાણાંનો ફાળો આપ્યા સિવાય પણ સંપ્રદાયમાં રહી મોટા ધાર્મિક મનાવા જેવી નોકારશી, પૂજાપાઠ અને સંઘ કાઢવાની ખર્ચાળ પ્રથાઓ છે, જેમાં રસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org