________________
સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા - ૧૩૫ જીવિત કરવા ઇચ્છે છે તો તેના પ્રયોગનું સામેનું પ્રત્યક્ષ ક્ષેત્ર છોડી તેઓ કેવળ વિશ્વબંધુત્વની શાબ્દિક રમત કરનાર પરિષદોની મૃગતૃષ્ણા પાછળ કાં દોડે છે ?
હવે ત્રીજા વર્ગની વાત કરીએ. એ વર્ગ પ્રથમના બે વર્ગ કરતાં સાવ જુદો પડે છે, કારણ એમાં પહેલા વર્ગ જેવી સાંકડી દૃષ્ટિ અગર કટ્ટરતા નથી કે જેને લીધે તે ગમે તે પ્રવૃત્તિ સાથે માત્ર જૈન નામ જોઈને જ રાચે; અથવા માત્ર ક્રિયાકાંડમાં મૂર્છિત થઈ સમાજ અને દેશની, પ્રત્યક્ષ સુધારવા યોગ્ય સ્થિતિ સામે આંખ મીંચી બેસી રહે. આ ત્રીજો વર્ગ ઉદાર મનનો છે, પણ બીજા વર્ગની ઉદારતા અને તેની ઉદારતા વચ્ચે મોટું અંતર છે. બીજો વર્ગ રૂઢિ અને ભયનાં બંધનો છોડ્યા સિવાય જ ઉદારતા સેવે છે, જેથી તેની ઉદારતા અણીને ટાંકણે-કામની વેળાએ-માત્ર દેખાવ પૂરતી રહી જાય છે, જ્યારે ત્રીજા વર્ગની ઉદારતા શુદ્ધ કર્તવ્ય અને સ્વચ્છ દૃષ્ટિમાંથી ઉત્પન્ન થયેલી છે. એને લીધે તેને માત્ર જૈન નામનો મોહ નથી, અગર તેની લેશે સૂગ પણ નથી. એ જ રીતે તે ઉદારતાની સુધારાની માત્ર શાબ્દિક રમતોમાં ગોંધાતો નથી. એ પ્રથમ પોતાની શક્તિનું માપ કાઢે છે અને પછી જ કાંઈ ક૨વાની વાત કરે છે. તેને જ્યારે સ્વચ્છ દૃષ્ટિથી કાંઈ કર્તવ્ય સૂઝે છે ત્યારે તે કોઈની રીઝ કે ખીજની ચિંતામાં પડ્યા સિવાય તે કર્તવ્ય તરફ વળે છે. તે માત્ર ભૂતકાળમાં રાચતો નથી; માત્ર બીજાઓના પ્રયત્નની રાહ જોઈ બેસી રહેવાનું પણ પસંદ નથી કરતો. તેને જાતિ, સંપ્રદાય કે ક્રિયાકાંડના ચોકા બાંધી રાખી નથી શકતા. તે એ ચોકાઓમાં પણ રહે અને બહાર પણ વિચરે. તેની નેમ માત્ર એટલી જ રહે છે કે ધર્મનું નામ મળો કે ન મળો, પણ કાંઈક અગત્યનું સર્વહિતકારી કલ્યાણકાર્ય આચરવું જ જોઈએ.
જોકે આ ત્રીજો વર્ગ છેક નાનો છે, પણ તેની વિચા૨ભૂમિકા અને તેનું કાર્યક્ષેત્ર બહુ વિશાળ છે. એમાં માત્ર ભાવિની જ આશાઓ નથી સમાતી, પણ એમાં ભૂતકાળના શુભ વારસા અને વર્તમાનકાળનાં કીમતી તેમજ પ્રેરણાદાયી બળો સુધ્ધાંનો સમાવેશ થઈ જાય છે. એમાં થોડી, પણ આચરી શકાય એટલી જ, અહિંસાની વાતો આવશે; જીવનમાં ઉતારી શકાય અને ઉતારવો જોઈએ એવા જ અનેકાન્તનો આગ્રહ રહેશે. જેમ બીજા દેશના અને ભારતવર્ષના અનેક સંપ્રદાયોએ ઉપ૨ વર્ણવેલ એક ત્રીજા વર્ગને જન્મ આપ્યો છે, તેમ જૈન પરંપરાએ પણ ત્રીજા વર્ગને જન્મ આપ્યો છે. સમુદ્રમાંથી વાદળાં બંધાઈ છેવટે નદીરૂપે બની અનેક જાતની લોકસેવા સાધતાં જેમ અંતે સમુદ્રમાં જ લય પામે છે, તેમ મહાસભાના આંગણામાંથી ભાવના મેળવી તૈયાર થયેલ અને તૈયાર થતો આ ત્રીજા પ્રકારનો જૈન વર્ગ પણ લોકસેવા દ્વારા છેવટે મહાસભામાં જ વિશ્રાંતિ લેવાનો.
આપણે જોયું કે છેવટે તો વહેલા કે મોડા બધા સંપ્રદાયોને પોતપોતાના ચોકામાં રહીને અગર ચોકા બહાર નીકળીને વાસ્તવિક ઉદારતા સાથે મહાસભામાં મળ્યે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org