________________
૧૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ કરતાં વધારે સ્પષ્ટ વિચારવાનું પ્રાપ્ત થાય છે. એવી ભ્રમણામાં આપણે રહેવું ન જોઈએ. આ બીજો વર્ગ પહેલા વર્ગ કરતાં કાંઈ સારી મનોદશા ધરાવે છે, પહેલો વર્ગ રોષીલો અને નીડર હોઈ માને તેવું કહી દે છે, જ્યારે બીજો વર્ગ બીકણ હોઈ તેમ કહેતો નથી: પણ તે બંનેની મનોદશામાં બહુ ફેર નથી. જો પહેલા વર્ગમાં રોષ અને અભિમાન છે તો બીજામાં બીકણપણું અને કૃત્રિમતા છે. વાસ્તવિક ધર્મની પ્રતિષ્ઠા અને જૈન ધર્મને જીવંત બનાવવાની પ્રવૃત્તિથી બંને એકસરખા જ દૂર છે. દાખલા તરીકે, રાષ્ટ્રીય જીવનની પ્રવૃત્તિઓની કસોટી લો. પહેલો વર્ગ ખુલ્લંખુલ્લા કહેશે કે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં જૈન ધર્મનું સ્થાન ક્યાં છે? એમ કહી તે પોતાના ભક્તોને તે તરફ ઢળતાં રોકશે. બીજો વર્ગ ખુલ્લંખુલ્લા એમ નહિ કહે, પણ સાથે જ પોતાના કોઈ પણ ભક્તને રાષ્ટ્રીય જીવન તરફ વળતો જોઈ પ્રસન્ન નહિ જ થાય. પોતે ભાગ લેવાની વાત દૂર રહી, પણ કોઈ પોતાનો ભક્ત રાષ્ટ્રીય પ્રવૃત્તિ તરફ ઢળ્યો હશે કે ઢળતો હશે તો તેના ઉત્સાહને તે “ગુણે મરે વહ વિષ સે ન મરણ' એ નીતિ પ્રમાણે જરૂર મોળો પાડી દેશે. ઉદાહરણ જોઈતું જ હોય તો તાજું છે. યુરોપમાં વિશ્વબંધુત્વની પરિષદો ભરાય છે. ત્યાં જૈન ધર્મ પોતાનું સ્થાન પરાણે કરવા જાય છે, પણ તે ધર્મ જરા પણ મહેનત વિના વિશ્વબંધુત્વની પ્રત્યક્ષ પ્રવૃત્તિમાં સ્થાન મેળવવાનું આ દેશમાં શક્ય છતાં અહીં જ એમાં સ્થાન કેમ નથી મેળવતો ? રાષ્ટ્રીય મહાસભા જેવું વિશ્વબંધુત્વનું સુલભ અને ઘરઆંગણાનું કાર્યક્ષેત્ર છોડી લંડન ને અમેરિકામાંની એવી પરિષદોમાં કેમ ભાગ લેવા મથે છે ? દેશની પ્રત્યક્ષ વિશ્વબંધુત્વસાધક પ્રવૃત્તિઓમાં પોતાનાં ધન, તન અને મનનો ફાળો આપવો છોડી એ પરદેશમાં હજારો માઈલ દૂર ભરાતી પરિષદોમાં માત્ર બે-પાંચ મિનિટ બોલવા જ પરાણે અપમાનપૂર્વક કાં ફાંફાં મારે છે ? આનો જવાબ શોધીશું તો બીજા વર્ગનું માનસ સમજાઈ જવાશે. વાત એ છે કે બીજા વર્ગને કાંઈક કરવું છે. તે પણ પ્રતિષ્ઠિત હોય તે કરવું છે. વળી તે પ્રતિષ્ઠા એવી હોય કે જે અનુયાયી લોકોના મનમાં વસેલી હોય અને એવી ન હોય કે જેથી અનુયાયીઓને છંછેડાવાનું કોઈ પણ કારણ મળે. તેથી જ આ ઉદાર વર્ગ જૈન ધર્મમાં પ્રતિષ્ઠા પામેલ અહિંસા અને અનેકાંતનાં ગાણાં ગાય છે. એ ગાણાં એવાં કે જેમાં કાંઈ પ્રત્યક્ષ કરવાપણું જ ન હોય. પહેલા વર્ગે એ ગાણાં માટે ઉપાશ્રયોનું સ્થાન પસંદ કર્યું, જ્યારે બીજા વર્ગે ઉપાશ્રયો ઉપરાંત બીજા સ્થાનો એવાં પસંદ કર્યા કે જ્યાં ગાણા ગાઈ શકાય અને છતાં કશું જ કરવાનું ન હોય. તત્ત્વતઃ બીજો ઉદાર વર્ગ વધારે ભ્રામક છે, કારણ, તેને ઘણા ઉદાર તરીકે ઓળખે છે. નામદાર ગાયકવાડ જેવા ચકોર બુદ્ધિના રાજપુરુષોને વાસ્તે વિશ્વબંધુત્વની ભાવનાને મૂર્તિમાન કરવા મથતી રાષ્ટ્રીય મહાસભાની પ્રવૃત્તિમાં ભાગ લેવો એક યા બીજે કારણે ન પાલવે એ વાત સમજી શકાય, પણ ત્યાગ અને સહિષ્ણુતાનો ઝભ્ભો પહેરી બેઠેલ, તપસ્વી મનાતા જૈન સાધુવર્ગ વાસ્તે એ સમજવું મુશ્કેલ છે કે તેઓ જો વિશ્વબંધુત્વને વાસ્તવમાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org