________________
૧૧૪ - સમાજ, ધર્મ અને સંસ્કૃતિ
૨. લગ્નપ્રથાને લગતી રૂઢિઓ, નાતજાતને લગતી પ્રથાઓ અને ઉદ્યોગધંધાની પાછળ રહેલી માન્યતાઓ અને સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધોની બાબતમાં આજકાલ જે વિચારો બળપૂર્વક ઉદય પામી રહ્યા છે અને ચોમેર ઘર કરી રહ્યા છે તેને જૈન શાસ્ત્રમાં ટેકો છે કે નહિ, અગર ખરા જૈનત્વ સાથે તે નવા વિચારોનો મેળ છે કે નહિ, કે જૂના વિચારો સાથે જ ખરા જૈનત્વનો સંબંધ છે? જો નવા વિચારોને શાસ્ત્રનો ટેકો ન હોય અને તે વિચારો વિના જીવવું સમાજ માટે અશકય દેખાતું હોય તો હવે શું કરવું? શું એ વિચારોને જૂના શાસ્ત્રની ઘરડી ગાયના સ્તનમાંથી જેમ તેમ દોહવાં? કે એ વિચારોનું નવું શાસ્ત્ર રચી જૈન શાસ્ત્રમાં વિકાસ કરવો ? કે એ વિચારોને સ્વીકારવા કરતાં જૈન સમાજની હસ્તી મટવાને કીમતી ગણવું?
૩. મોક્ષને પંથે પડેલી ગુરુસંસ્થા ખરી રીતે ગુરુ એટલે માર્ગદર્શક થવાને બદલે જો અનુગામીઓને ગુરુ એટલે બોજા રૂપ જ થતી હોય અને ગુરુસંસ્થારૂપ સુભૂમચક્રવર્તીની પાલખી સાથે તેને ઉપાડનાર શ્રાવકરૂપ દેવો પણ ડૂબવાની દશામાં આવ્યા હોય તો શું એ દેવોએ પાલખી ફેંકી ખસી જવું, કે પાલખી સાથે ડૂબી જવું, કે પાલખી અને પોતાને તારે એવો કોઈ માર્ગ શોધવા થોભવું? જો એવો માર્ગ ન સૂઝે તો તે માર્ગ જૂના જૈન શાસ્ત્રમાં છે કે નહિ અગર તો આજ સુધીમાં કોઈએ અવલંબેલો છે કે નહિ, એ જોવું?
૪. ધંધા પરત્વે પ્રશ્ન એ છે કે કયા કયા ધંધા જૈનત્વ સાથે બંધબેસે અને કયા કયા ધંધા જૈનત્વના ઘાતક બને? શું ખેતીવાડી, લુહારી–સુતારી અને ચામડાને લગતાં કામો, દાણાદૂણીના વ્યાપાર અને વહાણવટું, સિપાહીગીરી, સાંચાકામ વગેરે જૈનત્વના બાધક છે ? અને ઝવેરાત, કાપડ, દલાલી, સટ્ટો, મિલમાલિકી, વ્યાજવટાવ વગેરે ધંધાઓ જૈનત્વના બાધક નથી અગર ઓછા બાધક છે ?
ઉપર આપેલા ચાર પ્રશ્નો તો અનેક એવા પ્રશ્નોમાંની વાનગીમાત્ર છે. એટલે આ પ્રશ્નોના ઉત્તર જે અહીં વિચારવામાં આવે છે તે જો તર્ક અને વિચારશુદ્ધ હોય તો બીજા પ્રશ્રોને પણ સહેલાઈથી લાગુ થઈ શકશે. આવા પ્રશ્નો ઊભા થાય છે તે કાંઈ આજે જ થાય છે એમ કોઈ ન ધારે. ઓછાવત્તા પ્રમાણમાં અને એક અથવા બીજી રીતે આવા પ્રશ્નો ઊભા થયેલા આપણે જૈન શાસ્ત્રના ઇતિહાસમાંથી અવશ્ય મેળવી શકીએ છીએ. જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી આવા પ્રશ્નો ઉત્પન્ન થવાનું અને તેનું સમાધાન ન મળવાનું મુખ્ય કારણ જૈનત્વ અને તેના વિકાસક્રમના ઇતિહાસ વિશેના આપણા અજ્ઞાનમાં રહેલું છે.
જીવનમાં સાચા જૈનત્વનું તેજ જરાયે ન હોય, માત્ર પરંપરાગત વેશ, ભાષા, અને ટલાટપકાંનું જૈનત્વ જાણે-અજાણે જીવન ઉપર લદાયેલું હોય અને વધારામાં વસ્તુસ્થિતિ સમજવા જેટલી બુદ્ધિશક્તિ પણ ન હોય, ત્યારે ઉદર્શાવેલ પ્રશ્નોનો ઉકેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org