________________
૧૨૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ ફેલાવાની શક્યતા દેખાતી હોય તો તે ત્યાગી કહેવાતા છતાં શાસ્ત્રજીવી વર્ગમાં જ છે અને એની અસર જ્યાં ત્યાં આખા સમાજ ઉપર વ્યાપેલી છે.
આ તો બધી અત્યાર સુધીની ભૂતકાળની વાત થઈ, પણ હવે વર્તમાનમાં અને ભવિષ્યમાં શું કરવું એ એક પ્રશ્ન ઊભો થાય છે. શું શાસ્ત્ર નિમિત્તે પ્રસરેલું વિષ કે શસ્ત્ર દ્વારા ફેલાયેલું વિષ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેના નાશથી–ધ્વસથી દૂર થઈ શકે ? તે માટે બીજો રસ્તો છે? એ બંનેના નાશથી કદી ક્લેશ-વિષનો નાશ થઈ ન શકે. યુરોપમાં શસ્ત્ર ઘટાડવાની અને નષ્ટ કરવાની વાતો ચાલે છે, પણ વૃત્તિ સુધાર્યા સિવાય એ શસ્ત્રોના નાશથી કદી શાન્તિ આવવાની નથી, આવી શકે નહિ. કોઈ કહે કે એક વેદનો ઝંડો ફરકે તો ક્લેશ-કંકાસ અને ઝઘડા, જે પંથ નિમિત્તે થાય છે તે, ન થાય; કોઈ કુરાનભક્ત એ જ વાત કહે; પણ આપણે ભ્રમમાં ન રહેવું જોઈએ કે એક વેદના અનુયાયીઓ અને કુરાનને માનનારાઓ વચ્ચે પણ એટલી જ મારામારી છે. જ્યારે એક ઝંડાની નીચે બીજા વધારે આવશે ત્યારે પણ અત્યારે હશે તે કરતાં મારામારી વધશે. ત્યારે એવો એક કયો ઉપાય છે કે જેથી વેરનું ઝેર મટે ? ઉપાય એક જ છે અને તે ઉદારતા તેમજ જ્ઞાનશક્તિ વધારવી તે. જો આપણામાં ઉદારતા અને જ્ઞાનશક્તિ વધે તો આપણે ગમે તે શાસ્ત્રને માનતા હોઈશું છતાં બીજા સાથે કે અંદરોઅંદર અથડામણીનું કારણ આપોઆપ દૂર થશે. આજે પંથ કે સમાજ જે માગી રહ્યો છે તે તો શાન્તિ અને એકસંપી છે. આ તત્ત્વ ઉદારતા અને જ્ઞાનવૃદ્ધિ સિવાય કદી સંભવી શકતું નથી. ભિન્ન ભિન્ન શાસ્ત્રને અનુસરનાર જુદા જુદા પંથો અને વર્ગો માત્ર ઉદારતા અને જ્ઞાનવૃદ્ધિને બળે જ હળીમળી એકસંપથી કરવાનાં કામો કરી શકે. આપણે ઘણાય એવા પુરુષો જોઈએ છીએ કે જેઓ એક શાસ્ત્રના અનુયાયી નથી છતાં એકદિલ થઈ સમાજ અને દેશનું કામ કરે છે, અને આપણે એવા પણ ઘણા માણસો જોઈએ છીએ કે જેઓ એક જ સંપ્રદાયનાં શાસ્ત્રોને સરખી રીતે માનવા છતાં એકબીજા સાથે હળીમળીને કામ કરવાની વાત તો બાજુએ રહી, પણ એકબીજાનું નામ પણ સહન કરી શકતા નથી. આ વસ્તુસ્થિતિ આપણને શું સૂચવે છે, તે હવે કહેવાની ભાગ્યે જ જરૂર છે. જ્યાં સુધી મનમાં મેલ હશે, એકબીજા પ્રત્યે આદર અગર તટસ્થતા નહિ હોય અને લેશ પણ અદેખાઈ હશે, ત્યાં સુધી ભગવાનની સાક્ષીએ એક શાસ્ત્રને માનવાનાં અને અનુસરવાનાં વ્રતો લેવાં છતાં કદી એક્તા નહિ સધાવાની, શાન્તિ નહિ સ્થપાવાની. એ વસ્તુ જો ધ્યાનમાં ન ઊતરે તો કહેવું જોઈએ કે તે માણસ ઈતિહાસ અને માનસશાસ્ત્રને સમજી શકતો નથી.
આપણો સમાજ અને દેશ ક્લેશના વમળોમાં સંડોવાયો છે. તે આપણી પાસે વધારે નહિ તો એટલી આશા રાખે જ છે કે હવે ક્લેશ ન પોષીએ. જો આપણે ઉદારતા અને જ્ઞાનવૃત્તિ કેળવીએ તો જ સમાજ અને દેશની માગણીને આપણે વફાદાર રહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org