________________
૯ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ
જૈન સમાજ હિંદુ સમાજથી નોખો છે એ વિચારનું પ્રબળ ઊગમ ભયમાંથી છે. હિંદુ સમાજને સ્પર્શ કરવા કાયદાઓ થવા માંડે અને રૂઢ જૈનોને રૂઢ ધર્મ વિરુદ્ધ લાગે ત્યારે તેઓ રૂઢ ધર્મને બચાવવા ધર્મ અને સમાજ બંનેનું એકીકરણ કરી પોતાના સમાજને નવા કાયદાની ચુંગાલમાંથી છૂટો રાખવા આવી હિલચાલ કરે છે. ધાર્મિક દ્રવ્ય અને હરિજન મંદિઅવેશને લગતા કાયદાઓમાંથી છટકવાની ભાવનામાંથી અત્યારની જુદાપણાની પ્રબળ હિલચાલ શરૂ થઈ છે. જો ધાર્મિક દ્રવ્ય અને હરિજન મંદિઅવેશ બાબત જેનો પોતે જ કાયદા કરતાં આપમેળે વધારે ઉદાર દષ્ટિબિંદુ વાપરે અને પોતાના સમાજને આગળ વધારે તો આવો ભયમૂલક જુદાપણાનો સવાલ ન આવે; એ આવવાનો હોય તો બીજી રીતે આવે. વળી, જ્યારે જ્યારે હિંદુ સમાજને સમસ્તપણે લાભ આપે એવા કાયદાઓ થવાના હશે ત્યારે જેનોએ પોતાના સમાજ માટે તેવા લાભવાળા જુદા કાયદાઓ રચવાની હિલચાલ ઊભી કરવી પડશે. ધારો કે આફ્રિકા આદિ દેશોમાં એવો કાયદો થાય કે હિંદુઓને આટલા હકો આપવા જ, કે અમેરિકામાં હિંદુઓને અમુક છૂટ આપવી જ, તો તે વખતે શું જેનો પોતાના લાભ અને છૂટ માટે ત્યાં જુદો પ્રયત્ન કરશે?
જે ભૂત બ્રાહ્મણોનું અને બીજા વહેમી તેમજ અજ્ઞાનીઓનું હતું તે ભૂતઅસ્પૃશ્યતા આદિ–પોતાનું કરી લઈ પછી તેના જ બચાવ માટે, મૂળ ભૂતવાળા ભાગો સુધરે ત્યારે પણ, પોતે તેથી જુદા રહેવું એ શું જૈન સમાજનું બંધારણગત સ્વરૂપ હોઈ શકે? એટલે તમે એમ કહો કે અમે હિંદુ છીએ પણ જૈન હિંદુ છીએ, તો ચાલે; પણ હિંદુ નથી એમ કહેવું બરાબર નથી.
હવે હિંદુ ધર્મ અને જૈન ધર્મ વિષે વાત કરીએ. બહુમતી હોવાને કારણે વૈદિક ધર્મ હિંદુ ધર્મના પર્યાય તરીકે સમજાય અથવા લોકો એ અર્થમાં હિંદુ ધર્મ શબ્દ વાપરે છે એ વસ્તુ હું જાણું છું. પણ હિંદુ ધર્મ એના ખરા અર્થમાં માત્ર વૈદિક ધર્મ નથી, હિંદુ ધર્મમાં વૈદિક અવૈદિક અનેક ધર્મો છે. એમાં જૈન ધર્મ પણ છે. એટલે જૈન ધર્મને વૈદિક માનવા-મનાવવા હું અતાર્કિક, અનૈતિહાસિક વિચારણા કરું તો મારું મગજ ચસકી ગયું છે એમ માનવું જોઈએ. વૈદિક અને અવૈદિક વચ્ચે અથવા એમ કહો કે મૂળમાં બ્રાહ્મણ અને અબ્રાહ્મણ વચ્ચે ધર્મ દૃષ્ટિએ પહેલેથી જ મોટું અંતર રહ્યું છે અને તે આજે પણ એવું જ છે. મુસલમાનો ધાર્મિક અંધતા ભૂલી જાય એવો એક સમય કલ્પીએ, અને તે સુવર્ણયુગ આવે ત્યારે વૈદિક અને અવૈદિક ધર્મ વચ્ચેના મનાતા વિરોધ અગર ધાર્મિક સંકુચિતતા જવાનો સમય પાકશે. અત્યારે તો એ સ્વપ્ન જ છે, એટલે હું તો વૈદિકો અને જેનોને ધર્મદષ્ટિએ જુદા માનીને જ વિચાર કરું છું. વૈદિકોના કહો કે બ્રાહ્મણોના કહો, પ્રભાવ નીચે, ખાસ કરી મોટા પ્રભાવ નીચે, ન આવવું એ જ જૈન ધર્મનો મુદ્રાલેખ છે. એટલે જ્યાં જ્યાં વૈદિક ધર્મના મુખ્ય પુરસ્કર્તા બ્રાહ્મણોની ધર્મમર્યાદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org