________________
જૈન સમાજ: હિંદુ સમાજ - ૯૯ અત્યારે બધા જ રૂઢ જેનો ધાર્મિક બાબતો પરત્વે જે જે હિમાયત આગ્રહપૂર્વક કરે છે તે મોટે ભાગે બ્રાહ્મણધર્મ એક વૈદિક ધર્મની હિમાયત છે અને તમે સુધારકો જે જે સુધારાની વાત કરો છો તે બધી તેમને જૈન ધર્મ વિરુદ્ધ લાગે છે. એમ ન હોત તો હરિજન-મંદિર-પ્રવેશની સામે અત્રત્યાગની કાગારોળ ન થાત. અર્થાત્ હરિજનો જૈન મંદિરમાં પ્રવેશે તેની વિરુદ્ધ કોઈ અત્રત્યાગ કરે ત્યારે એને રૂઢ પક્ષ સત્કાર અને સુધારકો વગોવે, એવી સ્થિતિ ન આવત.
એક વિચારવા જેવી નવી બાબત પણ કહું. હિંદુ સંસ્કૃતિના પ્રચારકો હિંદુ ધર્મ અને હિંદુ સમાજનો આશ્રય લઈ એવી કેટલીક બાબતોનો પ્રચાર હંમેશાં કરતા આવ્યા છે કે જે બાબતો હિંદુ સંસ્કૃતિના મોટા ભાગને માન્ય નથી. ઈતિહાસ અને તેના સિદ્ધાંતો પણ તેવી બાબતોથી વિરુદ્ધ છે. બ્રાહ્મણોનો જે બાબતો પર મુખ્ય ભાર છે તે વેદની મુખ્યતા, સંસ્કૃતનું શ્રેષ્ઠત્વ, પોતાનું ગુરુપદ અને જાતિમૂલક વર્ણવ્યવસ્થા. આ બાબતોનો વિરોધ બુદ્ધ-મહાવીર પહેલાંથી હજારો વર્ષ થયાં થતો આવ્યો છે. એ વિરોધમાં માત્ર જેનો જ ન હતા; દ્રવિડો, વૈષ્ણવો, શાક્તો, શૈવ, અવધૂત વેદાન્તીઓ અને બીજાં અનેક જૂથો બ્રાહ્મણીય સ્માર્ત માન્યતાઓનો વિરોધ કરતાં જ રહ્યા છે. વિરોધ કરનાર આટલા બધા પંથો અને બહુમતી છતાં બુદ્ધિપ્રાગભ્ય અને એકધારી વફાદારીને પરિણામે બ્રાહ્મણોએ વિરોધીઓ ઉપર ઊલટો પ્રભાવ પાડ્યો. એટલું જ નહિ, પણ ઘણા પંથોને બ્રાહ્મણાયમાન-વૈદિક બનાવી દીધા. અત્યારે એ જાણવું પણ અઘરું છે કે વૈષ્ણવો, શૈવો વગેરે આગમવાદીઓ બધા મૂળે વેદવિરોધી છે. હવે જેનોએ એ જોવું રહ્યું કે તેમના કેટલાક મૌલિક સિદ્ધાંતો, તેમના કોઈ પ્રયત્ન વિના, કેવા સફળ થયા છે ? દાખલા તરીકે લોકભાષાનો સિદ્ધાંત, આત્મૌપમ્ય અને માનવ-સમાનતાનો સિદ્ધાંત, અહિંસા અને અપરિગ્રહનો સિદ્ધાંત. અર્ધમાગધી કે પ્રાકૃત સંસ્કૃત પાસે નમતું આપ્યું પણ એની પાછળ લોકભાષાનો જે મુદ્દો હતો તે છેવટે મધ્યસ્થ સરકારે મોટી બહુમતીથી સત્કાર્યો અને હિંદીને રાષ્ટ્રભાષા માની. આ લોકભાષાના બુદ્ધ-મહાવીરના સિદ્ધાંતનો જ વિજય છે. અલબત્ત, એ જ રીતે અસ્પૃશ્યતાનિવારણનો પ્રયત્ન સફળ થયો છે, અને માનવસમાનતાનો સિદ્ધાંત વિજયી થયો છે. અસાંપ્રદાયિક રાજ્યકારભારની માન્યતા સ્વીકાર પામી એમાં આત્મૌપજ્યના સિદ્ધાંતનો પૂરો વિજય છે. અનેકાંતવાદનો વિજય નવા યુગમાં નવી રીતે થયો છે. જે વાત અસલમાં સત્ય હોય તે ક્યારેક ને ક્યારેક તો ફાવે જ છે.
હવે જેનોએ આ વસ્તુ સમજી, હિંદુ ધર્મના અને હિંદુ સમાજના નામે થતી બ્રાહ્મણીય હિલચાલનો પૂર્ણ બળથી વિરોધ કરવા ખાતર, બીજા પોતાને પડખે રહી શકે એવા વૈષ્ણવ આદિ અનેક પંથોનાં બળ એકત્ર કરવાં જોઈએ અને જ્યાં જ્યાં વૈદિક કે બ્રાહ્મણીય હિલચાલ મૂળમાં અસત્ય અગર માનવતાઘાતક હોય ત્યાં ત્યાં બધાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org