________________
૧૧૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ વ્યક્તિઓની ક્રમિક અને પ્રકારભેદવાળી પ્રતીતિઓનો સરવાળો. આ પ્રતીતિઓ જે સંયોગોમાં અને જે ક્રમે જન્મી હોય ને સંયોગો પ્રમાણે તે જ ક્રમે ગોઠવી લઈએ તો એ તે વિષયનું સળંગ શાસ્ત્ર બને અને એ બધી જ વૈકાલિક પ્રતીતિઓ કે આવિર્ભાવોમાંથી છૂટા છૂટા મણકા લઈ લઈએ તો તે અખંડ શાસ્ત્ર ન કહેવાય. છતાં તેને શાસ્ત્ર કહેવું હોય તો એટલા જ અર્થમાં કહેવું જોઈએ કે તે પ્રતીતિનો મણકો પણ એક અખંડ શાસ્ત્રનો અંશ છે, પણ એવા કોઈ અંશને જો સંપૂર્ણતાનું નામ આપવામાં આવે તો તે ખોટું જ છે. જો આ મુદ્દામાં વાંધો લેવા જેવું ન હોય – હું તો નથી જ લેતો – તો આપણે નિખાલસ દિલથી કબૂલ કરવું જોઈએ કે માત્ર વેદ, માત્ર ઉપનિષદો, માત્ર જૈન આગમો, માત્ર બૌદ્ધ પિટકો, માત્ર અવેસ્તા, માત્ર બાઇબલ, માત્ર પુરાણ, માત્ર કુરાન કે માત્ર તે તે સ્મૃતિઓ એ પોતપોતાના વિષય પરત્વે એકલાં જ અને સંપૂર્ણ શાસ્ત્ર નથી; પણ એ બધાં જ આધ્યાત્મિક વિષય પરત્વે, ભૌતિક વિષય પરત્વે, અગર તો સામાજિક વિષય પરત્વે એક અખંડ સૈકાલિક શાસ્ત્રનાં ક્રમિક તેમજ પ્રકારભેદવાળા સત્યના આવિર્ભાવનાં સૂચક અથવા તો અખંડ સત્યની દેશ, કાળ અને પ્રકૃતિભેદ પ્રમાણે જુદી જુદી બાજુઓ રજૂ કરતાં મણકા-શાસ્ત્રો છે. આ વાત કોઈ પણ વિષયના ઐતિહાસિક અને તુલનાત્મક અભ્યાસીને સમજવી તદ્દન સહેલી છે. જો આ સમજ આપણા મનમાં ઊતરે – અને ઉતારવાની જરૂર તો છે જ – તો આપણે પોતાની વાતને વળગી રહેવા છતાં બીજાને અન્યાય કરતા બચી જઈએ, અને તેમ કરી બીજાને પણ અન્યાયમાં ઊતરવાની પરિસ્થિતિથી બચાવી લઈએ. પોતાના માની લીધેલ સત્યને બરાબર વફાદાર રહેવા માટે જરૂરનું એ છે કે તેની કિંમત હોય તેથી વધારે આંકી અંધશ્રદ્ધા ન ખીલવવી અને ઓછી આંકી નાસ્તિકતા ન દાખવવી. આમ કરવામાં આવે તો જણાયા વિના ન જ રહે કે અમુક વિષય પરત્વેના સત્યશોધકોનાં મંથનો કાં તો બધાં જ શાસ્ત્રો છે, કાં તો બધાં જ અશાસ્ત્રો છે, અને કાં તો એ કાંઈ જ નથી.
દેશ, કાળ અને સંયોગથી પરિમિત સત્યના આવિર્ભાવની દષ્ટિએ એ બધાં જ શાસ્ત્રો છે. સત્યના સંપૂર્ણ અને નિરપેક્ષ આવિર્ભાવની દષ્ટિએ એ અશાસ્ત્રો છે, શાસ્ત્રયોગની પાર ગયેલ સામર્થ્યયોગની દૃષ્ટિએ એ બધાં શાસ્ત્ર કે અશાસ્ત્ર કાંઈ નથી. માની લીધેલ સાંપ્રદાયિક શાસ્ત્ર વિશેનું મિથ્યા અભિમાન ગાળવા માટે આટલી જ સમજ બસ છે. જો મિથ્યા અભિમાન ગળે તો મોહનું બંધન ટળતાં જ બધા મહાન પુરુષોનાં ખંડ સત્યોમાં અખંડ સત્યનું દર્શન થાય અને બધી જ વિચારસરણીની નદીઓ પોતપોતાની ઢબે એક જ મહાસત્યના સમુદ્રમાં મળે છે એવી પ્રતીતિ થાય. આ પ્રતીતિ કરાવવી એ જ શાસ્ત્રરચનાનો પ્રધાન ઉદ્દેશ છે. સર્જકો અને રક્ષકો
શાસ્ત્ર કેટલાકને હાથે સરજાય છે અને કેટલાકને હાથે સચવાય છે – રક્ષાય છે, અને બીજા કેટલાકને હાથે સચવાવા ઉપરાંત તેમાં ઉમેરણ પણ થાય છે. રક્ષકો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org