________________
૧૯. શાસ્ત્રમયદા
શાસ્ત્ર એટલે શું?
જે શિક્ષણ આપે એટલે કે જે કોઈ વિષયની માહિતી અને અનુભવ આપે છે, તે વિષયનું શાસ્ત્ર. માહિતી અને અનુભવ જેટજેટલા પ્રમાણમાં ઊંડા તથા વિશાળ તેટતેટલા પ્રમાણમાં તે શાસ્ત્ર તે વિષય પરત્વે વધારે મહત્ત્વનું. આમ મહત્ત્વનો આધાર ઊંડાણ અને વિશાળતા પર હોવા છતાં તે શાસ્ત્રની પ્રતિષ્ઠાનો આધાર તો તેની યથાર્થતા ઉપર જ છે. અમુક શાસ્ત્રમાં માહિતી ખૂબ હોય, ઊંડી હોય, અનુભવ વિશાળ હોય છતાં તેમાં જો દષ્ટિદોષ કે બીજી ભ્રાંતિ હોય તો તે શાસ્ત્ર કરતાં તે જ વિષયનું. થોડી પણ યથાર્થ માહિતી આપનાર અને સત્ય અનુભવ પ્રકટ કરનાર, બીજું શાસ્ત્ર વધારે મહત્ત્વનું છે, અને તેની જ ખરી પ્રતિષ્ઠા બંધાય છે. શાસ્ત્ર શબ્દમાં શાસ્ અને ત્ર એવા બે શબ્દો છે. શબ્દોમાંથી અર્થ ઘટાવવાની અતિજૂની રીતનો આગ્રહ છોડવો ન જ હોય તો એમ કહેવું જોઈએ કે શાસ્ એ શબ્દ માહિતી અને અનુભવ પૂરા પાડવાનો ભાવ સૂચવે છે, અને શબ્દ ત્રાણશક્તિનો ભાવ સૂચવે છે. શાસ્ત્રની ત્રાણશક્તિ એટલે આડે રસ્તે જતાં અટકાવી માણસને બચાવી લેવો અને તેની શક્તિને સાચે રસ્તે દોરવી. આવી ત્રાણશક્તિ માહિતી કે અનુભવની વિશાળતા ઉપર અગર તો ઊંડાણ ઉપર અવલંબિત નથી, પણ એ માત્ર સત્ય ઉપર અવલંબિત છે. તેથી એકંદર રીતે વિચારતાં ચોખ્ખું એ ફલિત થાય છે કે જે કોઈ પણ વિષયની સાચી માહિતી અને સાચો અનુભવ પૂરો પાડે તે જ શાસ્ત્ર કહેવાવું જોઈએ. આવું શાસ્ત્ર તે કર્યું?
ઉપર કહેલ વ્યાખ્યા પ્રમાણે તો કોઈને શાસ્ત્ર કહેવું એ જ મુશ્કેલ છે, કારણ કે, કોઈ પણ એક શાસ્ત્ર અત્યાર સુધીની દુનિયામાં એવું નથી જખ્યું કે જેની માહિતી અને અનુભવ કોઈ પણ રીતે ફેરફાર પામે તેવાં ન જ હોય કે જેની વિરુદ્ધ કોઈને કદીયે કહેવાનો પ્રસંગ જ ન આવે. ત્યારે ઉપરની વ્યાખ્યા પ્રમાણે જેને શાસ્ત્ર કહી શકાય એવું કંઈ પણ છે કે નહિ? – એ જ સવાલ થાય છે. આનો ઉત્તર સરળ પણ છે અને કઠણ પણ છે. જો ઉત્તરની પાછળ રહેલ વિચારમાં બંધન, ભય કે લાલચ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org