________________
પુણ્ય અને પાપઃ એક સમીક્ષા • ૧૦૭ ધરાવ્યા હોય? સામાન્ય નારી કરતાં પાંચ પતિવાળી દ્રૌપદી, ઉપરની દલીલ પ્રમાણે, વધારે પુણ્યશાળી ગણાવી જોઈએ. પણ અહીં જ પુણ્યની વ્યાખ્યા લોકો જુદી કરે છે. એ એ વાતનું સૂચન છે કે જે કાળે જે સમાજમાં જે વસ્તુ પ્રતિષ્ઠા પામતી હોય તે કાળે તે સમાજમાં તે જ વસ્તુ સાધારણ લોકો પુણ્યનું ફળ માની લે છે. વ્યાવહારિક અને તાત્ત્વિક ધર્મ–અધર્મનો ભેદ જેટલા અંશે વધારે સ્પષ્ટ સમજાય તેટલા અંશે લોકમાનસનો વિકાસ છે, એમ સમજવું જોઈએ. ભાઈ મેઘાણીનું લખાણ આવો વિકાસ સાધવાની દૃષ્ટિએ લખાયું છે.
– પ્રબુદ્ધ જૈન, ૧૫-૩-૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org