________________
જૈન સમાજઃ હિંદુ સમાજ • ૯૭ કે વિચારમર્યાદા સંકુચિત કે ભ્રાંત ત્યાં હંમેશાં જૈન ધર્મના સાચા ચિંતકોએ અને અનુયાયીઓએ મધ્યસ્થ ભાવથી, તેમના પ્રાણાર્પણથી પણ, ગાંધીજીની પેઠે વિરોધ કરવો જ રહ્યો. તેથી હું સાચા જેનોને કદી વૈદિકોના પ્રભાવમાં ન આવવાની જ વાત કરું છું. અને લઘુમતી છતાં બહુમતી સામે ઝઝૂમવાનું બળ આવે એવી હિમાયત કરું છું.
દક્ષિણમાં અને બીજે બ્રાહ્મણ, અબ્રાહ્મણના ક્લેશો છે. ઘણી બાબતમાં અબ્રાહ્મણો, જેમાં જૈનો પણ આવે છે તેઓ, બ્રાહ્મણો તરફથી બહુ અન્યાય સહે છે એ સાચી વાત છે; પણ જ્યારે એક સામાન્ય છત્ર નીચે બેસવું હોય ત્યારે દબાવનાર સામે લડવાની શક્તિ હોવા છતાં તેની સાથે બેસવામાં સંકોચ ન હોવો જોઈએ – ભય હોવો ન જોઈએ. હિંદુ ધર્મ શબ્દના સામાન્ય છત્ર નીચે જેનો બેસે અને છતાંય પોતાના મૂળ ધર્મના સિદ્ધાંતોને સમજપૂર્વક વફાદાર રહે તો તેથી તેઓ વૈદિકોને સુધારશે અને પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રકટ કરવાની તક પણ જતી નહિ કરે. ધારો કે જૈન ધર્મ હિંદુ ધર્મથી જુદો છે એમ આપણે કબૂલ કરાવીએ અને કાયદામાં લખાવીએ, તેટલામાત્રથી વૈદિક ધર્મના પ્રભાવથી કેવી રીતે બચવાના? ઇતિહાસ જુઓ, જૈનધર્મ એ વૈદિક નથી, બ્રાહ્મણધર્મ નથી એમ આપણે તો કહીએ જ છીએ અને બ્રાહ્મણોએ પણ જૈન ધર્મને અવૈદિક જ કહ્યો છે, છતાંય જૈન ધર્મ કહેલી બાબતમાં વૈદિકોના, ખાસ કરીને બ્રાહ્મણોના, પ્રભાવથી મુક્ત છે? એક વાર વિચાર અને આચારના નિશ્ચય-વ્યવહાર દૃષ્ટિએ મુખ્ય મુખ્ય મુદ્દાઓની યાદી કરો અને એ પ્રત્યેક મુદ્દા પરત્વે જુઓ કે તેમાં બ્રાહ્મણોની તેજછાયા કેટલી છે? તો તમને ખાતરી થશે કે આપણે ક્યાં છીએ. એટલે વૈદિકો કે બ્રાહ્મણોના મિથ્યા પ્રભાવથી બચવાની વાત હોય તે બચાવ, માત્ર હિંદુ ધર્મ અને જેને ધર્મ જુદા છે એટલું કહેવા કે માનવા–મનાવવાથી સિદ્ધ થઈ શકે નહિ.
એક તરફથી દરેક પંથના રૂઢ જેનો બ્રાહ્મણોની બધી વાત માન્ય કરે, બ્રાહ્મણોને ગુરુ માનીને ચાલે અને બીજી તરફ હિંદુ ધર્મથી અમે જુદા ધર્મવાળા છીએ એવી ભાવના સેવે તો એ દંભ છે, ભય પણ છે અને મૂર્ખતા પણ છે. એથી માની લીધેલ ગુરઓની સારી વાત ગળે ઊતરતી નથી અને ખોટી વાતો અને રીતો તો, એમને ગુરુ માન્યા હોવાથી, જીવનમાં આવ્યું જ જાય છે. આ વસ્તુસ્થિતિ તમે જૈન પંથના જે જે કટ્ટર જૈનમાં જોશો તેમાં તેમાં મળી રહેશે. એટલે જૈન ધર્મ વૈદિક ધર્મથી-બ્રાહ્મણધર્મથી સાવ જુદો છે એમ ખુશીથી કહો, લખો; કારણ કે, એ વસ્તુ તો એના બંધારણમાં છે, કાઠામાં જ છે; પણ હિંદુ ધર્મ શબ્દનો અજ્ઞાની લોકો માત્ર વૈદિક ધર્મ એવો અર્થ કરે છે તેને વધાવી લઈ, તેના અજ્ઞાનનો બોજ માથે લઈ, અજ્ઞાની સાથે અજ્ઞાની ન બનો, એટલું જ મારું કહેવું છે. હું તો બ્રાહ્મણોના અલ્પ એવા પણ સદંશને પ્રથમ માન આપી પછી તેના હજાર દોષોની સામે થવાનું કહું છું. અને દોષો જ વધારે હોય છે તેમ આપણા પોતાના અસદ્ અંશોને પ્રથમ દૂર કરી પછી જ બીજા સામે ધર્મના સદંશો રજૂ કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org