________________
૧૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ રાખે અને પોતાને અનિષ્ટ હોય એવા કાયદાના ફેરફારોથી બચી જાય, તો પણ લાંબી નજરે આ વસ્તુ જેનોના પોતાના જ ગેરલાભમાં છે. નજીવા કાલ્પનિક લાભ માટે તેમણે અનેક સ્થાયી લાભો ગુમાવવા પડશે અને તે એવી એક લઘુમતી થઈ જશે કે જેને હંમેશાં ઓશિયાળા રહેવું પડશે. હવે કાંઈ પરરાજ્યનો અમલ નથી કે જે લઘુમતીને પંપાળે અને વિશેષ અધિકાર આપે.
હું પોતે ઉપરના વિચાર ધરાવતો હોવા છતાં હિંદુ મહાસભાના સભ્યપદની કોઈ પણ જૈન ઈચ્છા રાખે અગર તેનો સભ્ય બને એની સાવ વિરુદ્ધ છું. એનું કારણ એ છે કે હિંદુ મહાસભાના મૂળમાં જાતિની ઊંચનીચ ભાવના જ રાજકારણના રૂપમાં કામ કરી રહી છે. હિંદુ મહાસભાનો જય એટલે બ્રાહ્મણનો જય, એટલે વર્ણભેદ તેમજ ઊંચનીચ ભાવનાનો જય અને છેવટે બ્રાહ્મણના સત્તાશાહી ગુરુપદનો જય. આ વસ્તુ મૂળે જ શ્રમણ ભાવનાથી અને જૈન ભાવનાથી સાવ વિરુદ્ધ છે; અત્યારની વિકસતી માનવતાની દૃષ્ટિએ પણ વિરુદ્ધ છે. એટલે હું જ્યારે જૈનોને હિંદુ માનવા-મનાવવાની વાત કરું છું ત્યારે હિંદુ મહાસભા સાથે કશો જ સંબંધ ન રાખવા પણ કહું છું. પ્રસંગે એક વાત યાદ આવે છે. હિંદુ યુનિવર્સિટીની હિલચાલ શરૂ થઈ અને બધા જ હિંદુ ધર્મીઓ હિંદ યુનિવર્સિટીમાં પ્રતિનિધિત્વ ધરાવે એ વિચાર આગળ આવ્યો ત્યારે જૈનો, શીખો અને બૌદ્ધો કોઈ પાછળ ન રહ્યા. બધાએ જ પોતાને હિંદુ માની હિંદુ સમાજના એક ભાગ લેખે એ હિલચાલને વધાવી લીધી. હવે જ્યારે જ્યારે હિંદુ ધર્મ કે હિંદુ સમાજને કોઈ પણ જાતની મદદ યા કોઈ પણ જાતના કાયદાનો લાભ સરકાર આપશે ત્યારે સહેજે જ જૈનો એના ભાગીદાર થશે. એમને પછી માગણીનો જુદો ચોકો કરવાની જરૂર નહિ રહે.
તેંદુલકર કમિટી સામે કોઈએ એવો વિચાર રજૂ કર્યાનું મને ઝાંખું સ્મરણ છે કે જૈનો સમાજદષ્ટિએ હિંદુ સમાજથી જુદા નથી, પણ ધર્મદષ્ટિએ હિંદુ ધર્મથી તેઓ જુદા છે. જો મારું સ્મરણ સાચું હોય તો આ પ્રસંગે મારે એ કહેવું જોઈએ કે તે કથન સાવ ખોટું છે. જૈન ધર્મ બીજા હિંદુ ધર્મથી એટલો બધો મૂળ રૂપમાં અભિન્ન છે કે એમ જ કહેવું જોઈએ કે ખરી રીતે જૈન ધર્મ હિંદુ ધર્મથી અભિન્ન છે. જૈન ધર્મનો મૂળ આધાર આત્મતત્ત્વની માન્યતા, મોક્ષરૂપ અંતિમ પુરુષાર્થ અને તેને લક્ષીને યોગાવલંબી જીવનચર્યા – આ જ છે. આ વસ્તુ હિંદુ ધર્મની બધી શાખાઓમાં લગભગ એક જેવી જ છે. જે કાંઈ પરિભાષાનો, વર્ગીકરણનો અને કયાંક કયાંક કલ્પનાનો ભેદ છે તે તો જૈન ધર્મના અનેક ફિરકાઓ વચ્ચે પણ ક્યાં રહી નથી? એવા ભેદને લીધે એ ધર્મ બીજા ધર્મથી સાવ ભિન્ન છે એમ કહેવું એ ધર્મના રહસ્યને ન સમજવા બરાબર છે. જ્યારથી આવી ભેદદૃષ્ટિ પરંપરાઓમાં દાખલ થઈ ત્યારથી કેટલીક વિકૃતિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org