________________
૯૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ સિવાયનાં શાસ્ત્રોને ધર્મદષ્ટિએ વિચારવામાં પણ આસ્તિકતાનો અર્થ નહિ જુએ. તે હંમેશને માટે પોતાની જિજ્ઞાસાના પ્રદેશથી અવૈદિક ગણાતાં શ્રતને – પછી તે ગમે તેટલું સુસંગત અને મહત્ત્વનું હોય તોપણ - દૂર રાખશે. બૌદ્ધ ફિરકામાં સાંપ્રદાયિક દૃષ્ટિએ જેણે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિનો અર્થ ધાર્યો હશે તે પણ તેવી જ રીતે બૌદ્ધતર ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રથી અસ્પષ્ટ રહેવામાં પોતાની સમ્યગ્દષ્ટિ પોષાતી જોશે. આ રીતે જુદી જુદી ધર્મપરંપરાને અનુસરનારા અનેક સમાજો સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ, આસ્તિકતા, નાસ્તિકતા જેવા આધ્યાત્મિક અને પારમાર્થિક અર્થના સૂચક શબ્દોના પ્રાથમિક, સ્થળ અને કામચલાઉ અર્થોને છેવટના અર્થો સમજી તેમાં ઊંડી સમજણ અને વિવેક દ્વારા સુધારો અને વિકાસ નથી કરતાં તો, તેનું આજસુધીના જીવનમાં કેવું અનિષ્ટ પરિણામ દેખાય છે એ ઇતિહાસના જ્ઞાતાને કે વર્તમાન પરિસ્થિતિ નિહાળનારને સમજાવું જરાય અઘરું નથી.
સ્થૂળ ગૂંગળામણ અને સૂક્ષ્મ ગૂંગળામણ વચ્ચે અંતર છે. સ્થૂળ ગૂંગળામણ સાધારણ વ્યક્તિને પણ સ્પર્શે છે, જ્યારે સૂક્ષ્મ ગૂંગળામણ દીર્ઘદ્રષ્ટિ અને વિચારકનું જ ધ્યાન ખેંચે છે. ૮'X૧૦'ની એક ખોલીમાં કોઈને પૂરવામાં આવ્યો હોય ને તે ચાલતોદોડતો ગતિશીલ માણસ હોય તો તે એટલો મૂંઝાશે કે ગમે તે રીતે દીવાલ ભેદવાનો અને બહાર નીકળવાનો પ્રયત્ન કરશે અને જ્યારે તે બહાર નીકળી ખુલ્લું આકાશ જોશે ત્યારે જ નિરાંત અનુભવશે. પણ સમ્યગ્દષ્ટિ કે આસ્તિકતાના શરૂઆતમાં કલ્પલ અર્થના નાના ચોકામાં પૂરાનાર દરેક વ્યક્તિને એનાં અનિષ્ટ પરિણામો અનુભવાતાં હોય તોપણ ગૂંગળામણ નથી થતી. તેથી તે એવા ચોકાને માત્ર પોષતો જ નથી. પણ એવા ચોકામાં જો પોતાની જાત અને પોતાના સમાજની સલામતી જુએ છે. છતાં કોઈ કોઈ વિરલ વ્યક્તિ દરેક સંપ્રદાય અને ફિરકામાં સમયે સમયે એવી અવશ્ય પાકે છે કે તેની જિજ્ઞાસા અને વિવેકબુદ્ધિની ગતિ–શરૂઆતના ગ્રહણ કરેલ સમ્યગ્દષ્ટિમિથ્યાદષ્ટિ કે આસ્તિક-નાસ્તિક શબ્દોના અર્થની સમજણના ચોકામાં ગૂંગળાય છે તેથી તેનાં પડો ભેદી–નવો અને સાચો અર્થ સમજવા મથે છે. એ મંથનને પરિણામે તેવી વ્યક્તિઓ એ સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ આદિ શબ્દોના પારમાર્થિક અર્થને સમજવા સુધી કે તેવા અર્થોની નજીક જવા સુધી વિકાસ કરે છે.
એવી રીતે વિકાસ કરનાર વ્યક્તિઓ માટે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ શબ્દનો અર્થ કોઈ પણ રીતે વ્યક્તિ કે સમષ્ટિગત જીવનને હાનિકારક બનતો જ નથી. તેથી જ આપણે જોઈએ છીએ કે બુદ્ધ, મહાવીર અને તેમના જેવા બીજા સંતો કે તેમને પગલે ચાલતા અનુગામીઓ પ્રજ્ઞાપ્રાસાદ ઉપર આરૂઢ થઈ પોતાની પ્રતિભા દ્વારા જુદી જુદી વાણીમાં પણ એક જ મુખ્ય વસ્તુ સમજાવતા આવ્યા છે કે જ્ઞાનનો, ચિત્તનો, આત્માનો વિસ્તાર કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org