________________
ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા • ૫૫ તે, પેટમાં દુખવાનું બહાનું કરીને નિશાળથી બચી જનાર બાળકની પેઠે, કોઈ ને કોઈ રીતે છટકી જાય અને એ રીતે પોતાની ચાર્વાકદષ્ટિથી કૌટુંબિક, સામાજિક અને રાજકીય બધાં જીવનને લંગડું બનાવવાનું પાપ કરે. આ એની ચાવકતાનું દુષ્પરિણામ. હવે આપણે પરલોકવાદી આસ્તિક કહેવડાવતા અને પોતાને વધારે શ્રેષ્ઠ માનતા વર્ગ તરફ વળીએ. કર્મવાદી પણ પોતાની કૌટુંબિક, સામાજિક અને રાજકીય બધી જ જવાબદારીઓથી છટકતો દેખાય તો એનામાં અને ચાકમાં ફેર શો રહ્યો ? વ્યવહાર બંનેએ બગાડ્યો. આપણે જોઈએ છીએ કે કેટલાક સ્વસગવડવાદી પોતાને ખુલ્લામાં ખુલ્લા ચાર્વાક કહી પ્રાપ્ત જવાબદારીઓ પ્રત્યે તદ્દન દુર્લક્ષ કરે છે, પણ સાથે જ આપણે જોઈએ છીએ કે કર્મવાદી પણ પ્રાપ્ત જવાબદારીઓ પ્રત્યે એટલી જ બેદરકારી સેવે છે. બુદ્ધિમાં પરલોકવાદ સ્વીકાર્યા છતાં અને વાણીમાં ઉચ્ચારવા છતાં પરલોકવાદ એ માત્ર નામનો જ રહ્યો છે. આનું કારણ પરલોકવાદને ધર્મના પ્રેમમાં સ્થાન આપ્યા છતાં તેની ગેરસમજૂતી એ છે. ચાર્વાકની ગેરસમજ ટૂંકી દૃષ્ટિ પૂરતી ખરી, પણ પરલોકવાદીની ગેરસમજ બેવડી છે. તે વદે છે દીર્ધદષ્ટિ જેવું અને વર્તે છે ચાર્વાક જેવું; એટલે એકને અજ્ઞાન છે તો બીજાને વિપર્યાસ છે. વિપસનાં માઠાં પરિણામ
આ વિપર્યાસથી પરલોકવાદી પોતાના આત્મા પ્રત્યેની સાચું વિચારવા તેમજ વિચાર પ્રમાણે પોતાને ઘડવાની જવાબદારી તો નથી પાળતો, પણ જ્યારે કૌટુંબિક કે સામાજિક વગેરે જવાબદારીઓ ઉપસ્થિત થાય છે ત્યારે – વર્તમાન જન્મ ક્ષણભંગુર છે, એમાં કોઈ કોઈનું નથી, સૌ સ્વાર્થી મળ્યાં છે, મેળો વીખરાવાનો તો ખરી જ, ભાગ્યમાં લખ્યું હશે તેને કોણ ભૂંસે? બીજો તે બીજાને શી રીતે સુધારવાનો ? પોતાનું હિત સાધવાનું સ્વ હાથમાં છે, એવું હિત પરલોક સુધારવામાં છે. પરલોકને સુધારવા બધું જ પ્રાપ્ત થયેલું ફેંકવું જોઈએ, ઈત્યાદિ વિચારમાળામાં પડી – પરલોકની ધૂનમાં એ જવાબદારીઓને ઉવેખે છે. એ એવી એકતરફી ધૂનમાં ભૂલી જાય છે કે તેના પરલોકવાદના સિદ્ધાન્ત પ્રમાણે તો તેનો વર્તમાન જન્મ પણ પરલોક જ છે અને તેની આગલી પેઢી એ પણ પરલોક જ છે; પોતાના સિવાયની સામેની વર્તમાન સૃષ્ટિ પણ પરલોકનો એક ભાગ જ છે. એ ભૂલના સંસ્કારો કર્મવાદ પ્રમાણે તેની સાથે જવાના જ. જ્યારે તે કોઈ બીજા લોકમાં અવતરશે કે વર્તમાન લોકમાં પણ નવી પેઢીમાં જન્મ લેશે ત્યારે તેનો પરલોક સુધારવાનો અને બધું વર્તમાન ફેંકી દેવાનો સંસ્કાર પાછો જાગશે. વળી તે એમ જ કહેવાનો કે પરલોક એ જ ધર્મનું ધ્યેય છે. ધર્મ તો પરલોક સુધારવા કહે છે, વાસ્તે ઐહિક સુધારણામાં કે ઐહિક જવાબદારીઓમાં માત્ર બદ્ધ થઈ જવું એ તો ધર્મદ્રોહ છે. એમ કહી તે, પ્રથમના હિસાબે પરલોક પણ અત્યારના હિસાબે વર્તમાન જન્મને ઉવેખશે અને વળી બીજા જ પરલોક અને બીજા જ જન્મને સુધારવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org