________________
યુવકોને • ૭૯ અનન્ય ભક્તિ છે તો તમે એને વાંચવા-વિચારવામાં અને તેની દેશકાળાનુસાર ઉપયોગિતા–અનુપયોગિતાનું પૃથક્કરણ કરવામાં તમારી બુદ્ધિનો થોડો પણ ફાળો આપ્યો છે કે ફક્ત પારકી બુદ્ધિએ દોરવાઓ છો ? મંદિર-સંસ્થા પાછળ વગર વિવેકે બધું જ સર્વસ્વ હોમનાર ઉદાર ભાઈબહેનને હું પૂછું છું કે જે છે તેટલાં મંદિરો યોગ્ય રીતે સાચવવાની પૂરી શક્તિ તમારી પાસે છે ? એના ઉપર થતાં આક્રમણોનો બહાદુરીપૂર્વક પ્રતિકાર કરવાની શક્તિ ધરાવો છો ? તેમજ એની એકતરફી ધૂનમાં બીજું આવશ્યક કર્તવ્ય ભૂલી તો નથી જતા? આ રીતે બંને પક્ષોને પશ્નો પૂછી હું તેમનું ધ્યાન વિવેક તરફ ખેંચવા ઇચ્છું છું, અને મારી ખાતરી છે કે બંને પક્ષો જો મર્યાદામાં રહી વિવેકપૂર્વક વિચાર કરશે તો તેઓ પોતપોતાની કક્ષામાં રહી કામ કરવા છતાં ઘણી અથડામણોથી બચી જશે.
- હવે હું આપણા કર્તવ્ય પ્રશ્નો તરફ વળું છું. વ્યાપાર, ઉદ્યોગ, કેળવણી, રાજસત્તા આદિને લગતા રાષ્ટ્રવ્યાપી નિર્ણયો દેશની મહાસભા જે વખતોવખત વિચારપૂર્વક ઘડે છે, તે જ નિર્ણયો આપણા હોઈ અત્રે તેથી જુદું વિચારવાપણું કાંઈ રહેતું નથી. સામાજિક પ્રશ્નોમાં નાતજાતનાં બંધન, બાળ-વૃદ્ધલગ્ન, વિધવાઓ પ્રત્યેની જવાબદારી, અનુપયોગી ખર્ચાઓ ઈત્યાદિ અનેક છે. પણ આ બધા જ પ્રશ્નો વિષે જૈનસમાજની અનેક જુદી જુદી પરિષદો વર્ષો થયાં ઠરાવ કરતી જ આવે છે, અને વર્તમાન પરિસ્થિતિ એ વિષે આપોઆપ કેટલોક માર્ગ ખુલ્લો કરે છે, તેમજ આપણી યુવક પરિષદે પણ એવા પ્રશ્નો વિષે જે વિચાર્યું છે તેમાં અત્યારે કાંઈ ઉમેરવાપણું દેખાતું નથી. તેથી એ પ્રશ્નોને હું જાણીને જ ને સ્પર્શતાં માત્ર શકય પ્રવૃત્તિઓ વિષે કેટલુંક સૂચન કરવા ઇચ્છું છું.
આપણી પરિષદે પોતાની મર્યાદાઓ વિચારીને જ નિર્ધાર કરવો ઘટે. સામાન્ય રીતે આપણી પરિષદ અમુક વખતે મળી મુખ્યપણે વિચારવાનું કામ કરે છે. એ વિચારને અમલમાં મૂકવા વાસ્તે જે કાયમી બુદ્ધિબળ, સમયબળ આવશ્યક છે તે પૂરું પાડનાર એક પણ વ્યક્તિ જો ન હોય તો અર્થસંગ્રહનું કામ પણ અઘરું થઈ પડે છે. એવી સ્થિતિમાં ગમે તેવાં સુકર કર્તવ્યોની રેખા આંકીએ છતાંય વ્યવહારુ દૃષ્ટિએ એનો બહુ અર્થ રહેતો નથી. આપણી પરિષદને એક પણ સાધુનો ટેકો નથી કે, જે પોતાના વિચારો અર્પી અગર પોતાની લાગવગ દ્વારા બીજી રીતની મદદ કરી પરિષદનું કામ સરળ બનાવે. પરિષદે પોતાના ગૃહસ્થ સભ્યોના બળ ઉપર જ ઊભું રહેવાનું છે. એક રીતે તેમાં સ્વતંત્રતાને પૂરો અવકાશ હોઈ વિકાસને સ્થાન પણ છે; છતાં પરિષદના બધા જ સભ્યો લગભગ વ્યાપારી પ્રવૃત્તિના હોઈ પરિષદનાં કાર્યોનું વ્યવસ્થિત અને સતત સંચાલન કરવા, જોઈતો સમય આપી શકે તેમ અત્યારે દેખાતું નથી. તેથી હું બહુ જ પરિમિત કર્તવ્યોનું સૂચન કર તું અને તે એ દૃષ્ટિથી કે જ્યાં જ્યાંનો યુવકસંઘ તેમાંથી કાંઈપણ કરવા સમર્થ હોવ, ત્યાં ત્યાંના યુવકસંધ પોતાના સ્થાન પૂરતાં તે કર્તવ્યો અમલમાં મૂકી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org