________________
૮૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ
હિંદુસ્તાનના જુદા જુદા પ્રાન્તોમાં અનેક શહેરો, કસબાઓ અને ગામડાંઓ એવાં છે કે જ્યાં જૈન યુવકો છે છતાં તેમનો સંઘ નથી. આપણે ધારીએ અને અપેક્ષા રાખીએ તેટલું તેમનું સામાજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક વાચન નથી. એક રીતે તો તેઓ તદ્દન અંધારામાં છે. ઉત્સાહ અને લાગણી છતાં શું વિચારવું, શું બોલવું, કયાં મળવું, કેમ મળવું, એની તેમને જાણ જ નથી. જે શહેરો અને કસબાઓમાં પુસ્તકો વગેરેની સગવડ છે, ત્યાંના પણ અનેક ઉત્સાહી જૈન યુવકોને મેં એવા જોયા છે કે જેઓનું વાચન નામમાત્રનું પણ નથી હોતું, તો તેમના વિચારસામર્થ્ય માટે વધારે આશા કચાંથી રહે ? એવી સ્થિતિમાં આપણી પરિષદે એક-બે-ત્રણ સભ્યોની સમિતિ નીમી તે દ્વારા તેવી એક આવશ્યક વાચ્ય પુસ્તકોની યાદી તૈયાર કરી જાહેર કરવી ઘટે કે જે દ્વારા સરળતાથી દરેક જૈનયુવક ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તેમજ બીજા આવશ્યક પ્રશ્નો સંબંધે સ્પષ્ટ માહિતી મેળવી શકે અને તે દિશામાં આપમેળે વિચાર કરતો થઈ જાય. આવી યાદી અનેક યુવકસંઘોના સંગઠનની પ્રથમ ભૂમિકા બનશે. કેન્દ્રસ્થાને સાથે અનેક જુદાં જુદાં સ્થાનોના યુવકોનો પત્રવ્યવહાર બંધાતાં અનેક નવા યુવકસંઘો પણ ઊભા થશે. માત્ર પાંચ કે દશ શહેરના અને તેમાં પણ અમુક જ ગણ્યાગાંઠ્યા વિચારશીલ યુવકો હોવાથી કાંઈ સાર્વત્રિક યુવકસંઘની વિચારપ્રવૃત્તિ પણ ન ચાલી શકે. મુખપત્ર દ્વારા પ્રગટ થતા વિચારો ઝીલવા જેટલી સામાન્ય ભૂમિકા સર્વત્ર એ રીતે જ નિર્મિત થઈ શકે.
આગળ જે કહ્યું તે ફક્ત યુવકોના સ્વશિક્ષણની દૃષ્ટિએ. પણ અમુક કેળવણીપ્રધાન શહેરોના સંઘોએ બીજી એક શિક્ષણ સંબંધી પ્રવૃત્તિ હાથ ધરવી ઘટે છે; અને તે એ કે તે તે શહેરના સંઘોએ પોતપોતાના કાર્યાલયમાં એવી ગોઠવણ કરવી કે જેને લીધે સ્થાનિક કે આસપાસનાં ગામડાંનો વિદ્યાર્થી, જે ભણવાની સગવડ માગતો હોય તે, ત્યાં આવી પોતાની પરિસ્થિતિ કહી શકે. તે તે યુવકસંઘે આવા ઉમેદવારને પોતાની મર્યાદા પ્રમાણે કાંઈ ને કાંઈ ગોઠવણ કરી આપવા કે માર્ગ સૂચવવા જેટલી વ્યવસ્થા રાખવી, જેથી ઘણી વાર માર્ગ અને આલંબન વિના ભટકતા કે ચિંતા કરતા આપણા ભાઈઓને ઓછામાં ઓછી આશ્વાસન પૂરતી તો રાહત મળે જ.
આ સિવાય એક કર્તવ્ય ઉદ્યોગને લગતું છે. ભણી રહેલા કે વચમાં જ ભણતર છોડી દીધેલા ભાઈઓ નોકરી કે ધંધાની શોધમાં જ્યાં ત્યાં જાય છે. તેમાંના મોટા ભાગને શરૂઆતમાં દિશાસૂચન પૂરતો પણ ટેકો નથી મળતો. થોડા દિવસ રહેવા, ખાવા આદિની સસ્તી સગવડ આપી ન શકાય તોપણ જો તેવા ભાઈઓ વાસ્તે કાંઈ તેમની પરિસ્થિતિ જાણી યોગ્ય સૂચન કરવા પૂરતી વ્યવસ્થા તે તે સ્થાનના સંઘો કરે તો એ દ્વારા પણ યુવકમંડળોનું સંગઠન સાધી શકાય.
હવે હું લાંબી કર્તવ્યાવલીમાં ન ઊતરતાં છેલ્લા એક જ કર્તવ્યનું સૂચન કરું છું. તે છે વિશિષ્ટ તીર્થોને લગતું. આબુ, પાલીતાણા, આદિ કેટલાંય એવાં આપણાં ભવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org