________________
પાંચ પ્રશ્નો - ૮૫ બીજી રીતે જોઈએ તો સામાન્ય મધ્યમ વર્ગમાં પુરુષ કમાય છે ને સ્ત્રી ગૃહકાર્ય કરે છે, બાળકોને ઉછેરે છે ને પતિને આનંદ આપે છે. આ બધાનું આર્થિક વળતર આપવાનું હોય તો પુરુષની કમાણી કદાચ ઓછી પડે; એટલે સ્ત્રી પણ કામ કરે છે, મહત્ત્વનું કામ કરે છે એ વસ્તુનો સ્વીકાર થવો જોઈએ. બહેનોએ પણ વધુ સમજ અને સ્વાવલંબનશક્તિ કેળવવાં જોઈએ, જેથી તે પોતાનું મહત્ત્વ સ્થાપિત કરી શકે. અને કોઈ પ્રસંગે, બધા જ પ્રયાસો પછી પણ વિસંવાદિતા જ રહે તો, આત્મગૌરવયુક્ત જીવન ગાળી શકે, બંને જ્યાં પરસ્પર આદર જાળવતાં હોય ત્યાં વિલોપનના પ્રસંગો ઓછા ઊભા થાય છે. બાકી સમગ્રપણે પોતાના વ્યક્તિત્વનો ત્યાગ એ શક્ય નથી, શ્રેયસ્કર પણ નથી. એટલું જ નહિ, બહેનોની તાકાત ને શક્તિ વધે તે પુરુષોના પણ લાભમાં જ છે.
પ્ર. ૩ – સ્ત્રીઓ લશ્કરી તાલીમ લે એ વિચાર આપને ગમે છે?
ઉ.:- હા, એમાં મને કશું ખરાબ નથી લાગતું. એક વાત યાદ આવે છે. એક વેળા એક આચાર્ય એમના ગુરુકુળની વિદ્યાર્થિનીઓને લઈને શાંતિનિકેતન ગયા હતા. કન્યાઓએ ત્યાં જાતજાતના જે પ્રયોગ બતાવ્યા તેથી સૌને માન થયું. ગુરુદેવ રવીન્દ્રનાથે કહ્યું : “પંડિતજી, વાતો તો સારી છે. કન્યાઓના આ કાર્યમાં મર્દાનગી છે, પણ એમનું સ્ત્રીત્વ ખોવાઈ ગયું લાગે છે.'
કહેવાનું તાત્પર્ય એ છે કે લશ્કરી તાલીમનો ઉદ્દેશ નિર્ભયતા કેળવવાનો છે, સ્ત્રીઓને રક્ષણાર્થે પુરુષની જરૂર રહે છે તે સ્થિતિ દૂર કરવાનો છે, પણ એ સાથે એ આવડતના ઉપયોગમાં વિવેકની જરૂર છે. સ્ત્રીનું સ્ત્રીત્વ ન હણાય એ રીતે એનો. ઉપયોગ થવો જોઈએ. શારીરિક દૃષ્ટિએ, સંતાનોત્પત્તિની દષ્ટિએ, તેમજ વ્યવહારમાં સ્ત્રીઓની કોમળતા છે એ જોતાં લશ્કરી તાલીમનો એની મર્યાદામાં સ્વીકાર થાય એમાં હું કશું ખોટું જોતો નથી. લકરી તાલીમથી એક પ્રકારની હિંસકવૃત્તિ, કઠોરતા, ક્રૂરતા, વાતવાતમાં ઉગ્રતા કે શસ્ત્ર ચલાવવા જેવી પરિસ્થિતિ ન ઊભી થવી જોઈએ; એટલે કે લશ્કરી તાલીમની સાથે સાથે માનસિક વિકાસ થવો જોઈએ. એ વિકાસ, સુસંસ્કાર અને વિવેક નહિ હોય તો આ તાલીમથી નુકસાન થશે.
પ્ર. ૪:- લગ્નેચ્છા ન હોય, પણ વડીલોના આગ્રહને કારણે સામાજિક સુરક્ષિતતા કલ્પીને એવો કોઈ બીજાં કારણોસર લગ્ન કરવાનું વાજબી ગણાય?
ઉ.:- ના, લગ્ન એ માત્ર વ્યવહાર નથી, અંદરની વસ્તુ છે. એ માટે એક યા બીજા કારણે ઈચ્છા ન હોય તો લગ્નજીવન કદી સફળ ન થાય. પણ એમાં પોતાની વૃત્તિની તપાસ કરવાનું અત્યંત જરૂરી છે. ઘણી વાર એમ બને છે કે લોકો માને છે કે વડીલોના દબાણને વશ થઈને, કેવળ તેમને સંતોષ આપવા માટે જ પોતે લગ્ન કરે છે, પણ એ ભ્રામક વસ્તુ હોય છે. તેમના પોતાના જ અંતરમાં કયાંક અને ક્યાંક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org