________________
૭૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ થઈ ન હોત તો શું આજે જૈન સમાજમાં જે એક જાતની વિદ્યોપાસના શરૂ થઈ છે તેનું નામ હોત ? સતત કર્મશીલ એવા એક જે જૈન મુનિએ આગમો અને આગમેતર સાહિત્યને ઢગલાબંધ પ્રગટ કરી દેશ અને પરદેશમાં જૈન સાહિત્યની સુલભતા કરી આપી છે અને જેને લીધે જેન-જૈનેતર વિદ્વાનોનું ધ્યાન આટલા બધા પ્રમાણમાં જૈન સાહિત્ય તરફ આકર્ષાયેલું દેખાય છે, તે કામ કોઈ ગૃહસ્થ બચ્ચો આટલી બધી ત્વરા અને સરળતાથી આટલા મોટા પ્રમાણમાં કરી શકત ખરો? જે એક વૃદ્ધ મુનિ અને તેમના શિષ્યવર્ગે પોતે જ્યાં જ્યાં હોય, જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં જૈન સમાજની વિભૂતિરૂપ ગણાતા પુસ્તકભંડારોને વ્યવસ્થિત કરવા, તેને નષ્ટ થતા બચાવવા અને સાથે સાથે તેમાંથી સેંકડો પુસ્તકોનું શ્રમભરેલું, દેશ-પરદેશના વિદ્વાનોનું ધ્યાન ખેંચે એવું, વર્ષો થયાં પ્રકાશનકાર્ય કર્યે રાખ્યું છે, તે મારા કે તમારા જેવો કોઈ ગૃહસ્થ કરી શકત ખરો ?
શાસ્ત્રો અને આગમોને જૂનાં જાળાં સમજનાર ભાઈઓને હું પૂછું છું કે તમે ક્યારે પણ એ શાસ્ત્રો વાંચ્યાં કે વિચાર્યા છે? તમને એની કદર નથી એ શું તમારા અજ્ઞાનને લીધે કે શાસ્ત્રોની નિર્થકતાને લીધે? એવા યુવકોને પૂછું છું કે તમારા સમાજનો લાંબા કાળનો કયો વારસો તમે દુનિયા સમક્ષ મૂકી શકો તેમ છો? દેશપરદેશના જૈનેતર વિદ્વાનો પણ જૈન સાહિત્યનું અદ્દભુત મૂલ્ય આંકે છે. અને તેના સિવાય ભારતીય સંસ્કૃતિ કે ઇતિહાસનું પાનું અધૂરું છે એમ માને છે; એવી સ્થિતિમાં, તેમજ લાખો અને કરોડોના ખર્ચે દેશાંતરોમાં જૈન સાહિત્યનો સંગ્રહ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે એવી સ્થિતિમાં, તમે જૈન શાસ્ત્રો કે જેને સાહિત્યને બાળવાની વાત કરો એ ઘેલછા નહિ તો બીજું શું છે?
તીર્થો અને મંદિરોના ઐકાન્સિક વિરોધીઓને હું પૂછું છું કે એ તીર્થસંસ્થાના ઇતિહાસ પાછળ સ્થાપત્ય, શિલ્પ અને પ્રાકૃતિક સૌંદર્યનો કેટલો ભવ્ય ઇતિહાસ છુપાયેલો છે એ તમે વિચાર્યું છે? સ્થાનકવાસી સમાજને કોઈ તેમના પૂર્વ પુરુષોના સ્થાન કે સ્મૃતિ વિષે પૂછે તો તેઓ તે વિષે શું કહી શકે ? શું એવાં અનેક તીર્થો નથી, જ્યાં ગયા પછી તમને એનાં મંદિરોની ભવ્યતા અને કળા જોઈ એમ કહેવાનું મન થઈ જાય કે લક્ષ્મી વાપરનારે ખરેખર, સફળ જ કરી છે?
એ જ રીતે હું બીજા ઐકાન્સિક પક્ષને પણ આદરપૂર્વક પૂછવા ઇચ્છું છું. સાધુવર્ગમાં કાંઈ પણ કહેવા કે સુધારવા જેવું ન માનનાર તરુણ ભાઈઓ, તમે એટલું જ કહો કે સાધુ એ જો ખરેખર આજે સાધુ જ રહ્યો હોય તો તે વર્ગમાં ગૃહસ્થવર્ગ કરતાં પણ વધારે મારામારી, પક્ષાપક્ષી, હુંસાતુંસી અને એક જ ધનિકને પોતપોતાનો અનુગામી બનાવવા પાછળની અવ્યક્ત હરીફાઈ આટલી બધી કેમ ચાલે છે ? અક્ષરશઃ શાસ્ત્રોની હિમાયત કરનાર એ ભાઈઓને હું સાદર પૂછું છું કે તમારી શાસ્ત્રો પ્રત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org