________________
૭૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ નિવૃત્તિ અને પ્રવૃત્તિના પલ્લામાં કેટલું અસામંજસ્ય ઊભું થયું છે તે જણાઈ આવે છે. જાણે ઉપરની વિચારસરણી ધરાવનાર દેશની ગુલામી અગર પરતંત્રતાથી મુક્ત જ ન હોય, એમ લાગે છે. તેઓ એ ભૂલી જાય છે કે આર્થિક, ઔદ્યોગિક કે રાજકીય પરતંત્રતા જો દેશમાં હોય તો તેઓ પોતે પણ એ જ બેડીથી બંધાયેલા છે. ગુલામી સદી જવાને કારણે અગર ટૂંકી દૃષ્ટિને કારણે ગુલામી ગુલામી ન લાગે, પણ તેથી કાંઈ ગુલામીનો બોજ ઓછો થતો નથી. વળી, આવા ટૂંકી દૃષ્ટિવાળા વર્ગે એ પણ વિચારવું જોઈએ કે વિશ્વમાં સ્વતંત્રતા માટે પ્રસરતાં આંદોલનો બે-રોકટોક આપણા આખા દેશમાં ખૂણે ખૂણે વ્યાપી રહ્યાં છે. સ્વતંત્રતાની તમન્નાવાળો વર્ગ નાનો પણ મક્કમપણે એ જ દિશામાં કૂચ કરી રહ્યો છે. ધર્મ, પંથ અને કોમનો ભેદ રાખ્યા સિવાય હજારો, બલ્બ લાખો, યુવક-યુવતીઓ એમને સાથ આપી રહ્યાં છે. વહેલું કે મોડું એ પ્રગતિનું તંત્ર સફળ થવાનું જ છે. રાષ્ટ્ર-ઉત્થાનની સફળ ક્ષણે સુંદર ફળોની ભાગીદારી સિવાય જો જૈન સમાજને પણ ન જ રહેવું હોય અને એ ફળો હાથમાં આવતાં આસ્વાદવાં ગમતાં હોય તો એ સમાજે ગુલામીનાં બંધન તોડવામાં ઈચ્છા અને બુદ્ધિપૂર્વક, ધર્મ સમજીને જ, ફાળો આપવો જોઈએ. તેથી હું ચોક્કસ માનું છું કે જૈન યુવકે પોતાનું જીવનતંત્ર નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિવાળું વિવેકપૂર્વક પોતાની જ મેળે ગોઠવવું, એમાં પ્રાચીન વારસાની રક્ષા અને નવીન પરિસ્થિતિને બંધ બેસે એવાં તત્ત્વોનું સંમિશ્રણ છે. નિવૃત્તિને સાચી નિવૃત્તિરૂપે ટકાવી રાખવાનો સાદો એક જ નિયમ છે અને તે એ કે જો નિવૃત્તિ સ્વીકારવી તો જીવનના ધારણ–પોષણને અંગે અનિવાર્ય આવશ્યક એવી બધી પ્રવૃત્તિનો ભાર પોતાના ઉપર જ રાખવો; બીજાએ કરેલ પ્રવૃત્તિનાં ફળો આસ્વાદવાનો સદંતર ત્યાગ કરવો. એ જ રીતે જો પ્રવૃત્તિ સ્વીકારવી હોય, અને તેમ છતાં જીવનની વિશુદ્ધિ સાચવવી હોય, તો સ્વીકારેલ પ્રવૃત્તિનાં ફળોને માત્ર આત્મગામી ન રાખતાં તેને સમૂહગામી બનાવવા તરફ લક્ષ રાખવું. આમ થાય તો પ્રાપ્ત થયેલ સાધન-સગવડો માત્ર વૈયક્તિક ભોગ કે નિરર્થક ભોગમાં ન પરિણમતાં તેનો સમૂહગામી સુંદર ઉપયોગ થાય અને પ્રવૃત્તિ કરનાર એટલે અંશે વૈયક્તિક તૃષ્ણાથી મુક્ત થઈ નિવૃત્તિનું તત્ત્વ સાધી શકે. ૨. નિમહ કર્મયોગ
બીજું લક્ષણ એ વસ્તુતઃ પ્રથમ લક્ષણનું જ નામ છે. ઐહિક અને પારલૌકિક ઇચ્છાઓની તૃપ્તિ અર્થે યજ્ઞયાગાદિ કર્મો બહુ થતાં. ધર્મ તરીકે ગણાતાં આ કર્મો વસ્તુતઃ તૃષ્ણાજનિત હોઈ સાચો ધર્મ જ નથી, એવી બીજા પક્ષની સાચી પ્રબળ માન્યતા હતી. ગીતાધર્મપ્રવર્તક જેવા દીર્ઘદર્શી વિચારકોએ જોયું કે કર્મ અર્થાતુ પ્રવૃત્તિ વિના જીવનતંત્ર, પછી તે વ્યક્તિનું હો કે સમૂહનું, શક્ય જ નથી. અને એમણે એ પણ જોયું કે કર્મપ્રવૃત્તિની પ્રેરક તૃષ્ણા જ બધી વિડંબનાનું મૂળ છે. આ બંને દોષોથી મુક્ત થવા તેણે અનાસક્ત કર્મયોગ સ્પષ્ટપણે ઉપદેશ્યો. જોકે જૈન પરંપરાનું લક્ષ્ય નિર્મોહત્વ છે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org