________________
૬૬ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ ધર્મવિકાસની ભૂમિકાઓનો નિર્દેશ ટૂંકમાં આ રીતે કર્યો છે – We look out before we look in, and we look in before we look up. ડૉ. આનંદશંકર ધ્રુવે એનું ગુજરાતી આ રીતે કર્યું છે : “પ્રથમ બહિર્દષ્ટિ, પછી અન્તર્દષ્ટિ અને છેવટે ઊર્ધ્વદૃષ્ટિ; પ્રથમ ઈશ્વરનું દર્શન બાહ્ય સૃષ્ટિમાં થાય, પછી અંતરઆત્મામાં (કર્તવ્યનું ભાન વગેરેમાં) થાય અને છેવટે ઉભયની એકતામાં થાય.” જૈન પરિભાષામાં એને બહિરાત્મા, અત્તરાત્મા અને પરમાત્માની અવસ્થા કહી શકાય.
મનુષ્ય કેવોય શક્તિશાળી કેમ ન હોય, પણ તે સ્કૂલમાંથી અર્થાતુ દ્રવ્યમાંથી સૂક્ષ્મમાં અર્થાતુ ભાવમાં પ્રગતિ કરે છે. ગ્રીસમાં શિલ્પ, સ્થાપત્ય, કાવ્ય, નાટક, તત્ત્વજ્ઞાન, ગણિત આદિ કળાઓ અને વિદ્યાઓનો એક કાળે અદ્દભુત વિકાસ થયેલો. એવે વખતે જ એક વ્યક્તિમાં અકળ રીતે ધર્મદષ્ટિ, માણસજાતને આંજી દે એટલા પ્રમાણમાં, વિકસી. એ સોક્રેટિસે કળાઓ અને વિદ્યાઓનું મૂલ્ય જ ધર્મદષ્ટિના ગજથી બદલી નાખ્યું અને એની એ ધર્મદષ્ટિ આજે તો ચોમેર સત્કારાય છે.
યહોવાહે મૂસાને આદેશ આપ્યો ત્યારે એ માત્ર યહૂદી લોકોના સ્કૂલ ઉદ્ધાર પૂરતો હતો અને બીજી સમકાલીન જાતિઓનો એમાં વિનાશ પણ સૂચવાતો હતો. પરંતુ એ જ જાતિમાં ઈશુ ખ્રિસ્ત પાક્યો અને ધર્મદષ્ટિએ જુદું જ રૂપ લીધું. ઈસુએ ધર્મની બધી જ આજ્ઞાઓને અંદર અને બહારથી શોધી તેમજ દેશ-કાળના ભેદ વિના સર્વત્ર લાગુ કરી શકવા જેવી ઉદાત્ત બનાવી. આ બધા પહેલાં પણ ઈરાનમાં જરથુસ્સે નવું દર્શન આપેલું, જે અવેસ્તામાં જીવિત છે. અંદરોઅંદર લડી મરતા અને જાતજાતના વહેમના ભોગ થયેલા આરબ કબીલાઓને સાંધવાની અને કાંઈક વહેમમુક્ત કરવાની ધર્મદ્રષ્ટિ મહંમદ પૈગમ્બરમાં પણ વિકસી.
પરંતુ ધર્મદષ્ટિના વિકાસ અને ઊર્ધ્વકરણની મુખ્ય કથા તો મારે ભારતીય પરંપરાઓને અવલંબી દર્શાવવાની છે. વેદોના ઉષસુ, વરુણ અને ઈન્દ્ર આદિ સૂક્તોમાં કવિઓની સૌંદર્યદષ્ટિ, પરાક્રમ પ્રત્યેનો અહોભાવ અને કોઈ દિવ્યશક્તિ પ્રત્યેની ભક્તિ જેવાં મંગળ તત્ત્વો વાંચીએ છીએ, પણ એ કવિઓની ધર્મદષ્ટિ મુખ્યપણે સકામ છે. તેથી જ તેઓ દિવ્યશક્તિ પાસેથી પોતાની, પોતાના કુટુંબની અને પશુ આદિ પરિવારની આબાદીની માગણી કરે છે અને બહુ બહુ તો લાંબું જીવન પ્રાર્થે છે. સકામતાની આ ભૂમિકા બ્રાહ્મણકાળમાં વિકસે છે. તેમાં ઐહિક ઉપરાંત પારલૌકિક ભોગ સાધવાના નવનવા માર્ગો યોજાય છે.
પરંતુ, આ સકામ ધર્મદષ્ટિ સમાજને વ્યાપી રહી હતી, તેવામાં જ એકાએક ધર્મદષ્ટિનું વલણ બદલાતું દેખાય છે. કોઈ તપસ્વી યા ઋષિને સઝ કે આ બીજા લોકના સુખભોગો વાંછવા અને તે પણ પોતાપૂરતા અને બહુ બહુ તો પરિવાર યા જનપદ પૂરતા, તેમજ બીજા કરતાં વધારે ચડિયાતા, તો આ કાંઈ ધર્મદષ્ટિ કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org