________________
ધર્મદષ્ટિનું ઊર્ધીકરણ • ૬૭ નહિ. ધર્મદષ્ટિમાં કામનાનું તત્ત્વ હોય તો તે એક અધૂરાપૂણું જ છે. આ વિચારમાંથી નવું પ્રસ્થાન શરૂ થયું એને એનો જાદુ વ્યાપક બન્યો. ઈ. સ. પહેલાના આઠસો કે હજાર વર્ષ જેટલા જૂના યુગમાં અકામ ધર્મદષ્ટિના અનેક અખતરા થતા દેખાય છે. ઉપનિષદો એ જ ધર્મદષ્ટિનું વિવરણ કરે છે. જેન, બૌદ્ધ, આદિ સંઘોનો તો પાયો જ એ દૃષ્ટિમાં છે. આ અકામ ધર્મદ્રષ્ટિ એ અંતરાત્મદષ્ટિ યા ધર્મવિકાસની બીજી ભૂમિકા છે. આમાં મનુષ્ય પ્રથમ પોતાની જાતને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે અને સમગ્ર વિશ્વ સાથે તાદામ્ય કેળવવા મથે છે. આમાં ઐહિક કે પરલૌકિક એવા કોઈ સ્થૂલ ભોગની વાંચ્છાનો આદર છે જ નહિ.
કુટુંબ અને સમાજમાં નિષ્કામતા સાધી ન શકાય, એ વિચારમાંથી એકાન્તવાસ અને અનગારભાવની વૃત્તિ બળ પકડે છે. અને આવી વૃત્તિ એ જ જાણે નિષ્કામતા હોય યા વાસનાનિવૃત્તિ હોય એવી રીતે એની પ્રતિષ્ઠા જામે છે. કામતૃષ્ણાની નિવૃત્તિ યા શુદ્ધીકરણનું સ્થાન મુખ્યપણે પ્રવૃત્તિત્યાગ જ લે છે, અને જાણે જીવન જીવવું એ એક પાપ કે શાપ હોય તેવી મનોવૃત્તિ સમાજમાં પ્રવેશે છે. આવે વખતે વળી અકામ ધર્મદષ્ટિનું સંસ્કરણ થાય છે. ઈશાવાસ્ય ઘોષણા કરે છે કે આખું જગત આપણા જેવા ચૈતન્યથી ભરેલું છે, તેથી જ્યાં જશો ત્યાં બીજા પણ ભોગીઓ તો છે જ. વસ્તુભોગ એ કોઈ મૂળગત દોષ નથી, એ જીવન માટે અનિવાર્ય છે. એટલું જ કરો કે બીજાની સગવડનો ખ્યાલ રાખી જીવન જીવો અને કોઈના ધન પ્રત્યે ન લોભાઓ. પ્રાપ્તકર્તવ્ય કર્યે જાઓ અને જિવાય તેટલું જીવવા ઇચ્છો. આમ કરવાથી નથી કોઈ કામતૃષ્ણાનું બંધન નડવાનું કે નથી બીજો કોઈ લેપ લાગવાનો. ખરેખર, ઈશાવાસ્ય નિષ્કામ ધર્મદષ્ટિનો અંતિમ અર્થ દર્શાવી મનુષ્યજાતને ધર્મદષ્ટિના ઊર્તીકરણ તરફ પ્રયાણ કરવામાં ભારે મદદ કરી છે. ગીતાના ભવ્ય મહેલનો પાયો ઈશાવાસ્યની જ સૂઝ છે.
મહાવીરે તૃષ્ણાદોષ અને તેમાંથી ઉદ્ભવતા બીજા દોષો નિર્મળ કરવાની દૃષ્ટિએ મહતી સાધના કરી. બુદ્ધે પણ પોતાની રીતે એવી જ સાધના કરી. પરંતુ સામાન્ય સમાજ એમાંથી એટલો જ અર્થ ઝીલ્યો કે તૃષ્ણા, હિંસા, ભય આદિ દોષો ટાળવા. લોકોની દોષો ટાળવાની વૃત્તિએ આ ન કરવું, તે ન કરવું એવા અનેકવિધ નિવર્તક યા નકારાત્મક ધર્મો પોષ્યા, વિકસાવ્યા અને વિધાયક-ભાવાત્મક ધર્મ વિકસાવવાની બાજુ લગભગ આખા દેશમાં ગૌણ બની ગઈ. આવી દશા હતી ત્યારે જ વળી મહાયાન ભાવના ઉદયમાં આવી. અશોકના ધર્મશાસનમાં એનું દર્શન થાય છે. પછી તો અનેક ભિક્ષુકો પોતપોતાની રીતે એ ભાવના દ્વારા પ્રવર્તક ધર્મો વિકસાવ્યે જતા હતા. છઠ્ઠા સૈકાના ગુજરાતમાં થયેલ શાંતિદેવે તો ત્યાં સુધી કહી દીધું કે દુનિયા દુઃખી હોય અને મોક્ષને ઝંખીએ, એવો અરસિક મોક્ષ શા કામનો ? મધ્યકાળ અને પછીના ભારતમાં અનેક સંતો, વિચારકો અને ધર્મદષ્ટિના શોધકો થતા આવ્યા છે, પણ આપણે આપણા જ જીવનમાં ધર્મદષ્ટિનું જે ઊર્ધીકરણ જોયું છે, અને અત્યારે પણ જોઈએ છીએ, તે અત્યાર લગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org