________________
૧૧. ધર્મદષ્ટિનું ઊર્ધીકરણ
ઊર્ગીકરણનો અર્થ છે શુદ્ધીકરણ તેમજ વિસ્તારીકરણ. ધર્મદષ્ટિ જેમ જેમ શુદ્ધ થાય અને શુદ્ધ કરાય તેમજ તેનો વિસ્તાર થાય અર્થાત્ માત્ર વ્યક્તિગત ન રહેતાં તેનું જેમ જેમ સામુદાયિક રૂપ નિર્માણ થાય તેમ તેમ તેનું ઊર્ધીકરણ થાય છે એમ સમજવું જોઈએ. એને જ Sublimation કહેવામાં આવે છે.
જિજીવિષા યા જીવનવૃત્તિ અને ધર્મદષ્ટિ એ બંને પ્રાણીમાત્રમાં સહભૂ અને સહચારી છે. ધર્મદષ્ટિ વિના જીવનવૃત્તિ સંતોષાતી નથી અને જીવનવૃત્તિ હોય તો જ ધર્મદષ્ટિનું અસ્તિત્વ સંભવે છે. આમ છતાં મનુષ્ય અને ઈતર જીવજગત વચ્ચેની સ્થિતિ નોખી નોખી છે. પશુ-પક્ષી અને કીડી-ભ્રમર જેવી અને પ્રાણીજાતિઓમાં આપણે જોઈએ છીએ કે તે તે પ્રાણી માત્ર પોતાના દૈહિક જીવન અર્થે જ પ્રવૃત્તિ નથી કરતું, પણ તે પોતપોતાનાં નાનાં-મોટાં જૂથ, દળ કે વર્ગ માટે કાંઈ ને કાંઈ કરે જ છે. આ એની એક રીતે ધર્મવૃત્તિ થઈ. પણ આ ધર્મવૃત્તિના મૂળમાં જાતિગત પરંપરાથી ચાલ્યો આવતો એક રૂઢ સંસ્કાર હોય છે. એની સાથે એમાં સમજણ કે વિવેકનું તત્ત્વ વિકસ્યું નથી હોતું, એની શક્યતા પણ નથી હોતી; તેથી એ ધર્મવૃત્તિને ધર્મદષ્ટિની કોટિમાં મૂકી ન શકાય.
મનુષ્યપ્રાણી જ એવું છે જેમાં ધર્મદષ્ટિનાં બીજો સ્વયંભૂ રીતે પડેલાં છે. એવાં બીજોમાં એની જ્ઞાન અને જિજ્ઞાસાવૃત્તિ, સંકલ્પશક્તિ અને સારા-નરસાનો વિવેક કરવાની શક્તિ, તેમજ ધ્યેયને સિદ્ધ કરવાનો પુરુષાર્થ – આ મુખ્ય છે. મનુષ્ય જેટલું ભૂતકાળનું સ્મરણ અન્ય કોઈ પ્રાણીમાં નથી. એનાં જેટલો ભૂતકાળનો વારસો સાચવવાની અને આગલી પેઢીઓને એ વારસો વધારા સાથે આપવાની કળા પણ કોઈમાં નથી. તે એક વાર કાંઈ પણ કરવાનો સંકલ્પ કરે તો તે તેને સાધે જ છે, એને પોતાના નિર્ણયોને પણ ભૂલ જણાતાં બદલે અને સુધારે છે. એના પુરુષાર્થની તો કોઈ સીમા નથી. તે અનેક નવાં નવાં ક્ષેત્રોને ખોળે અને ખેડે છે. મનુષ્યજાતની આ શક્તિ તે જ તેની ધર્મદષ્ટિ છે. . પરંતુ મનુષ્યજાતિમાં અત્યારે ધર્મદષ્ટિના વિકાસની જે ભૂમિકા જણાય છે તે એકાએક સિદ્ધ થઈ નથી. આનો સાક્ષી ઇતિહાસ છે. એડવર્ડ કે નામના વિદ્વાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org