________________
ધાર્મિક શિક્ષણ - ૬૩ સંતતિના જીવનમાં સદ્વર્તન ઊતરે એ આશાને મક્કમપણે સેવવી પણ ન જોઈએ. સંસ્થા કોઈ ભાડૂતી કે નકલી શિક્ષકને રોકી વિદ્યાર્થીઓમાં સદ્વર્તનનું વાતાવરણ જમાવી જ ન શકે. એ વ્યવહારનો વિષય છે અને વ્યવહાર સાચી કે ખોટી દેખાદેખીમાંથી ઉત્પન્ન થઈ પછી જ વિચારના ને સંસ્કારના ઊંડા પ્રદેશ સુધી મૂળ ઘાલે છે.
ધર્મશિક્ષણનો બીજો અંશ વિચાર છે-જ્ઞાન છે. કોઈ પણ સંસ્થા પોતાના વિદ્યાર્થીઓમાં વિચાર અને જ્ઞાનના અંશો સીંચી અને પોષી શકે. દરેક સંસ્થાને વાસ્તે રાજમાર્ગ તરીકે—ધાર્મિક શિક્ષણના વિષય તરીકે એક જ વિષય બાકી રહે છે અને તે જ્ઞાન તેમજ વિચારનો.
આ વાસ્તે સંસ્થાએ જેટલો ઉદાત્ત પ્રબંધ કર્યો હોય તેટલી સફળતા મળે જ છે. વિદ્યાર્થીને જાણવાની ઓછીવત્તી ભૂખ હોય જ છે. તેની ભૂખની નાડી ઠીક પારખવામાં આવે તો એ વધારે સતેજ પણ કરી શકાય છે. તેથી અનેક વિદ્યાર્થીઓમાં તત્ત્વની જિજ્ઞાસા પેદા કરવાનું આયોજન કરવું એ સંસ્થાનું પ્રથમ કર્તવ્ય છે. આ આયોજનમાં સમૃદ્ધ પુસ્તકાલય અને વિવિધ વિષયો ઉપર વિચારક વિદ્વાનોનાં વ્યાખ્યાનો આપવાનો પ્રબંધ તો આવે જ છે, પણ આખા આયોજનમાં કેન્દ્રસ્થાને જ્ઞાન અને વિચારમૂર્તિ શિક્ષક તથા તેની સર્વગ્રાહિણી, પ્રતિક્ષણે નવીનતા અનુભવતી પ્રતિભાસંપન્ન દષ્ટિ છે. જે સંસ્થા આવો શિક્ષક મેળવવા ભાગ્યશાળી થાય, તે સંસ્થામાં વિચાર પૂરતું ધર્મ-શિક્ષણ તો અનિવાર્ય રીતે પ્રસરવાનું અને વધવાનું જ. કરવાપણું આવે છે ત્યારે વિદ્યાર્થી જરા ખંચકાય છે, પણ જાણવાનો સવાલ હોય છે ત્યાં તેનું મગજ અનુકૂળ શિક્ષક આગળ જિજ્ઞાસાની આગથી સૂકા ઘાસની પેઠે સળગી ઊઠે છે. જીવતો અધ્યાપક એ તકનો લાભ લે છે અને વિદ્યાર્થીમાં ઉદાર તેમજ વ્યાપક વિચારનાં બીજો રોપે છે. ખરી રીતે તો વિદ્યાર્થીમાં જે કરવાનું અને બનવાનું શક્ય છે, તેના ઉપર સંસ્થાઓ ધાર્મિક શિક્ષણનું આયોજન કરી ભાર નથી આપતી, અને જે ધાર્મિક ગણાતા અંશમાં વિદ્યાર્થીને કે ખુદ શિક્ષકને રસ નથી હોતો તેવા અંશ ઉપર પરંપરાના મોહને લીધે કે અમુક વર્ગના
અનુસરણને લીધે ભાર આપવા જતાં સંસ્થા બંને ગુમાવે છે. આમ થવાથી શક્ય એવા વિચારાંશની જાગૃતિ રૂંધાય છે અને અશક્ય એવા રૂઢ આચારોમાંની રસવૃત્તિ ઉત્પન્ન થવાને બદલે તે હંમેશ માટે બહેર મારી જાય છે. તેથી મારી દૃષ્ટિએ દરેક સંસ્થામાં ઉપસ્થિત થતા ધાર્મિક શિક્ષણના પ્રશ્નોનો ઉકેલ નીચે પ્રમાણે આણી શકાય :
(૧) કોઈ પણ ક્રિયાકાંડી કે રૂઢ શિક્ષણ આપવાનું મરજિયાત હોય, ફરજિયાત
નહિ.
(૨) જીવનની સૌરભ જેવા સદ્વર્તનનું શિક્ષણ શબ્દ વાટે આપવામાં સંતોષ મનાવો ન એઈએ અને એવું છે ન આપવાના સગવડ એ હદે, હો તે વૈપવમો ચૂપ રહેવાના જ સંતોષ માનવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org