________________
મંગળપ્રવચન • ૧૧ છે. આજે મોટે ભાગે આપણે ત્યાં આ જ વસ્તુ દેખાય છે. વિદ્યાર્થીઓએ માત્ર પ્રથમથી વાંચીને જ વર્ગમાં જવું એટલું બસ નથી, પણ તેમણે વર્ગમાંથી આવ્યા બાદ અધીત અને ચાલતા વિષયોનું મનન પણ કરવું જોઈએ. એમ કરે તો જ વિદ્યાતા ફળે અને અધ્યાપકોને પોતાના વિષયમાં વધારે તૈયારી કરવી પડે. જો વિદ્યાર્થીવર્ગ ખરેખર જાગરૂક હોય તો અધ્યાપકોને પણ વધારે સચેત રહેવું પડે અને તેમને એવા વિદ્યાર્થીઓ પ્રત્યે વધારે માન પણ થાય, તેમ જ મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો પાછળનો રાષ્ટ્રિય હેતુ બર આવે.
- અમદાવાદ એ ઉદ્યોગપ્રધાન શહેર છે. ઉદ્યોગમાં પડેલાઓની નિષ્ઠાથી આપણે પરિચિત છીએ. જ્યારે દેખો ત્યારે અને જ્યાં ઉદ્યોગનાં ક્ષેત્રમાં જુઓ ત્યાં, એમાં પડેલા ઉદ્યોગપતિઓ પોતાના ઉદ્યોગ સિવાય બીજા વિચારો ભાગ્યે જ કરે છે. આ એમની ધંધા પ્રત્યેની નિષ્ઠા છે. આવા નિષ્ઠાવાળા વાતાવરણમાં રહી અભ્યાસ કરનારને પોતાના વિષય પરત્વે નિષ્ઠા કેળવવાનું કામ એક રીતે સહેલું છે. પણ મોટે ભાગે એવું દેખાય છે કે ભણનાર ધંધો કરી શકતો નથી અને ભણવામાં ચિત્ત પૂરું પરોવી શકતો નથી. તેથી ભણનાર ઘરનો કે ઘાટનો નથી રહેતો. આ જ કારણે હું નિષ્ઠા કેળવવાનું કહું છું. શાસ્ત્રોમાં આદિ, મધ્ય અને અન્ત મંગળની વાત કહેવામાં આવી છે, પણ વિદ્યાભ્યાસ એ તો અખંડ અને સતત મંગળમય છે, જો એમાં પૂરી નિષ્ઠા સાધીએ તો જ.
આજકાલ અભ્યાસમાં – ખાસ કરી ઉચ્ચ અભ્યાસમાં – માધ્યમનો પ્રશ્ન ઉગ્રતાથી ચર્ચાઈ રહ્યો છે. માતૃભાષા જ શિક્ષણ-સામાન્યનું ખરું વાહન હોઈ શકે, એ વસ્તુ આખી દુનિયાને દીવા જેવી હોવા છતાં આપણા જ દેશના ઘણાય ઉચ્ચ કેળવણી પામેલા અને સમર્થ મનાતા પુરુષોનાં મનમાં એ વિશે સંદેહ છે. પણ તેઓ જોઈ નથી શકતા કે માતૃભાષા માધ્યમ ન હોવાથી દેશની મસ્તિષ્કશક્તિ અને આવિષ્કારશક્તિ કેટલી કુંઠિત થઈ ગઈ છે? માતૃભાષામાં શીખવાનું અને તેમાં જ પ્રશ્નો લખવાનું હોય તો થોડી મહેનતે કેટલો લાભ થાય! કેટલું સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય ! અને બચત સમયનો બીજાં જરૂરી કામોમાં કેટલો સાર્થક ઉપયોગ થાય ! એ વસ્તુ કેળવણીના ક્ષેત્રમાં પડેલાઓએ વિચારવા જેવી છે. અત્યારે તો વિદ્યાર્થીવર્ગ દુવિધામાં પડ્યો છે. માતૃભાષાની સરળતા એ જતી કરી શકતો નથી અને અંગ્રેજીનો એકાંગી પક્ષપાત છોડી શકતો નથી. તેથી એ નથી અંગ્રેજી પૂરું જાણતો કે નથી માતૃભાષા ઠીક જાણતો. વિચાર અને સૂક્ષ્મ દર્શનથી તો તે વેગળો જ રહે છે.
આપણે યુરોપના અનેક વિષયના અનેક ધુરંધર વિદ્વાનોની અને સંશોધકોની વાત કરીએ છીએ, તેમની યશોગાથા ગાઈએ છીએ, પણ એ નથી વિચારતા કે એમની સિદ્ધિનું એક અગત્યનું સાધન તેમની માતૃભાષામાં લેવાયેલું શિક્ષણ એ છે. હિંદુસ્તાનની મસ્તિષ્કશક્તિ કાંઈ બીજાં રાષ્ટ્રો કરતાં ઊતરતી નથી, પણ આપણા આગેવાન નિષ્ણાતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org