________________
જીવનશિલ્પનું મુખ્ય સાધન ૦ ૧૭ તેના અસ્તિત્વનો અનુભવ કરી શકે છે, તેમ આપણે સર્વમાં રહેલ ત્રિઅંશી જીવનશક્તિનો અનુભવ કરી શકીએ તેમ છીએ.
આવા અનુભવ પછી જીવનદષ્ટિ બદલાઈ જાય છે. પછી એક નવી જવાબદારી કે કર્તવ્યદૃષ્ટિ વિશ્વ પ્રત્યે પ્રાપ્ત થાય છે. મોહની કોટિમાં આવનાર ભાવોથી પ્રેરિત કર્તવ્યદૃષ્ટિ અખંડ ને નિરાવણ નથી હોતી. જીવનશક્તિના યથાર્થ અનુભવથી પ્રેરિત કર્તવ્યદૃષ્ટિ સાહજિક છે, સાત્વિક છે, અખંડ અને નિરાવરણ છે. તે રજસ્ ને તમ અંશોથી પરાજિત થતી નથી.
બુદ્ધ ને મહાવીરે માનવતાના ઉદ્ધારની આવી જવાબદારી શિર પર લીધી. શિષ્યોના પ્રલોભનથી સોક્રેટિસ મૃત્યુના મુખમાં જતાં બચી શકત, પણ જવાબદારી છોડવી તેણે ઉચિત ધારી નહિ. નવો પ્રેમસંદેશ આપવાની જવાબદારી માટે જિસસે શૂળીને પણ સિંહાસન ગયું. ગાંધીજી બ્રાહ્મણોની સેંકડો કુરૂઢિ રૂપી પિશાચિનીઓથી કે મુસ્લિમોની દડાબાજીથી ડરીને કર્તવ્યચલિત ન થયા.
આ સર્વે આપણા જેવા જ મનુષ્ય હતા, છતાં તેઓની જવાબદારી સ્થિર, વ્યાપક ને શુદ્ધ હતી; કારણ કે, તે જવાબદારી જીવનશક્તિના યથાર્થ અનુભવમાંથી આવી હતી. મારી દૃષ્ટિએ આવી જવાબદારી જ વિકાસનું મુખ્ય સાધન છે, જીવનશિલ્પનું મુખ્ય સાધન છે.
– જીવનશિલ્પ ૮. પ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org