________________
જીવનશિલ્પનું મુખ્ય સાધન • ૧૫ સ્નેહમાંથી આ જવાબદારી આવે છે. માતા સ્નેહવશાત્ જ બાળક પ્રત્યે કર્તવ્યપાલન કરે છે. કયારેક જવાબદારી ભયમાંથી આવે છે : રાતના જંગલમાં વાઘ આવવાનો હોય ત્યારે જાગ્રત રહી બચાવ કરવાની જવાબદારી સૌ પર આવે છે. આ રીતે લોભવૃત્તિ, પરિગ્રહકાંક્ષા, ક્રોધભાવના, માનમત્સર વગેરે રાજ-તામસુ, અંશોમાંથી જવાબદારી આવે છે. વિકાસના પ્રધાન સાધનરૂપ જે જવાબદારી કહી તે આ બધી જવાબદારીઓ નથી. આ બધી મર્યાદિત ને સંકુચિત જવાબદારીઓ છે, ક્ષણિક ભાવવાળી છે. પણ હું જે જવાબદારી કહું છું તે એક એવા ભાવમાંથી જન્મે છે, જે ન તો ક્ષણિક છે, ન તો સંકુચિત અને ન મલિન. એ ભાવ છે પોતાની જીવનશક્તિનો યથાર્થ અનુભવ કરવાનો. જ્યારે આ ભાવમાંથી જવાબદારી પ્રગટ થાય છે ત્યારે તે સતત વેગવાળી નદીના પ્રવાહની જેમ રોકી શકાતી નથી. પોતાના પંથ પર કાર્ય કરતી તે જાય છે, ત્યારે નિષ્ક્રિયતા કે કુટિલતા રહેતી જ નથી.
મોહ, સ્નેહ, ભય, લોભ આદિ અસ્થિર, સંકુચિત ને ક્ષુદ્ર ભાવોમાંથી પ્રગટતી જવાબદારી એક વસ્તુ છે અને જીવનશક્તિના યથાર્થ અનુભવ પછી પ્રગટતી જવાબદારી એક બીજી વસ્તુ છે.
ઉપરના બે ભાવોમાં શું અંતર છે ને બેમાંથી કયો ભાવ શ્રેષ્ઠ છે તે જોવું જરૂરી
મોહમાં રસાનુભૂતિ ને સુખસંવેદન પણ છે, પણ તે એટલા તો પરિમિત અને અસ્થિર છે કે તેના આદિ, મધ્ય ને અંતમાં શંકા, દુઃખ અને ચિંતાનો ભાવ ભર્યો છે. કોઈ યુવક તેના પ્રેમપાત્ર તરફ સ્થૂલ મોહવશ દત્તચિત્ત રહે છે, પણ પછી પહેલાના પ્રેમપાત્રની અપેક્ષાએ બીજું પાત્ર અધિક સુંદર, અધિક સમૃદ્ધ અને અધિક બળવાન મળે તો તેનું ચિત્ત પહેલી જગ્યાએથી છૂટી બીજી જગ્યાએ ઝૂકી પડશે અને તેની જવાબદારી કે કર્તવ્યપાલનની ગતિની દિશા બદલાશે.
માતા નેહવશ અંગજાત બાળક પ્રત્યે પોતાનું સઘળું આપીને રસાનુભવ કરે છે, પણ તે રસાનુભવ બિલકુલ સંકુચિત ને અસ્થિર છે; કારણ, તેની પાછળ મોહનો ભાવ છે. માનો કે તેનું બાળક મરી ગયું ને તેથી વધુ સુંદર એક માતૃહીન બાળક તેના આશ્રયે આવ્યું. પણ આ નિરાધાર બાળક પ્રત્યે કર્તવ્યપાલન કરવામાં એ માતાને એટલો રસાનુભવ નહિ થાય. આનો અર્થ એ કે માતાની અર્પણવૃત્તિનો પ્રેરક ભાવ કેવળ મોહ હતો, શુદ્ધ ને વ્યાપક સ્નેહ નહોતો. એ અપરિણત સ્નેહ હતો. જેવી રીતે રાંધેલું પણ ન પચેલું સુંદર અન્ન ન તો લોહી બનીને શરીરને સુખ પહોંચાડે કે ન તો બહાર નીકળી શરીરને હલકું કરે; માત્ર અંદર અંદર સડીને શરીર અને ચિત્તને અસ્વસ્થ બનાવે. આ જ સ્થિતિ માતાના કર્તવ્યપાલનમાં અપરિણત સ્નેહની હતી. હવે ભય લઈએ. રક્ષણ માટે ઝૂંપડું બંધાવ્યું. બચવા માટે અખાડામાં બળ મેળવ્યું. કવાયત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org