________________
જીવનપથ : ૧૯ જીવન અગાધ પણ છે, અનંત પણ છે એમ અનુભવીઓ હજારો વર્ષ થયાં કહેતા આવ્યા છે. તેમ જાણવા છતાં માણસની બુદ્ધિ અને જિજ્ઞાસા તેનું તળ માપવા અને અંત જાણવા મથ્યા જ કરે છે. મનુષ્યમાં એવું કયું તત્ત્વ છે કે જેને લીધે તેની બીજી બધી સુધાઓ, જિજ્ઞાસાઓ અને વાસનાઓ શમે, છતાં જીવનનું સ્વરૂપ જાણવાની તેની વૃત્તિ (આજ લગી કોઈની એવી વૃત્તિ પૂર્ણપણે શમી નથી એમ જાણવા છતાં કોઈ પણ રીતે શમતી જ નથી ? આનો ઉત્તર માણસાઈમાં પણ છે અને જીવનના મૂળ સ્વરૂપમાં પણ છે.
માણસ એ અજ્ઞાત કાળથી જીવનતત્ત્વ અનુભવેલ વિકાસક્રમની અસંખ્ય કક્ષાઓના વારસાગત સંસ્કારોનો છેલ્લો સરવાળો છે. એ અજ્ઞાત વારસો જ એને વિકાસનાં નવાં ક્ષેત્રો અને નવી કક્ષાઓ તેમજ તેની શક્યતાઓની ભૂખ-જિજ્ઞાસા જગાડે છે. જીવનનું મૂળ સ્વરૂપ – એનું વ્યાવર્તક લક્ષણ જ એ લાગે છે કે બીજું બધું ગમે તે જાણે કે ન જાણે, છતાં તેને પોતાનું રૂપ-સ્વરૂપ ઉત્તરોત્તર વધારે ને વધારે જાણ્યા વિના અને તે માટે પ્રયત્ન કર્યા વિના જંપ જ વળતો નથી. પોતાના સ્વરૂપને જાણવાનો અજંપો એ જ જીવનનું – ચેતનાનું જીવાતુભૂત તત્ત્વ છે. આ જ તત્ત્વથી પ્રેરાઈ દુનિયાના બધા જ ભાગોમાં નવનવી શોધો ચાલ્યા જ કરે છે. કોઈ ભૌતિકશાસ્ત્ર લઈ, કોઈ માનસશાસ્ત્ર લઈ, કોઈ ચિત્ર, શિલ્પ કે સંગીત લઈ, કે કોઈ ભાષાતત્ત્વ લઈ જ્યારે તેની ઊંડામાં ઊંડી શોધમાં ગરક થાય છે ત્યારે તે ખરી રીતે પોતાની ચેતનામૂર્તિની આસપાસ જ કોઈ ને કોઈ ભમતીમાં પ્રદક્ષિણા કરતો હોય છે. પોતે શોધ માટે પસંદ કરેલ વિષયની ભમતીમાં એક એવું નાનું દ્વાર હોય છે કે એ ભમતીમાં પ્રદક્ષિણા કરતાં કરતાં તે દ્વારનું નાનકડુંશું બારણું ઊઘડી જાય તો તેને પોતાની એ સ્થૂલ કે બાહ્ય લેખાતા વિષયની પ્રદક્ષિણામાંથી જ જીવનના ઊંડાણમાં રહેલ ચેતનામૂર્તિનું અધૂરું અને ઝાંખું ઝાંખું પણ દર્શન થવા પામે છે. અને એ જ દર્શન અને અખૂટ શ્રદ્ધાથી તરબોળ કરી નવું જીવન, નવો ઉલ્લાસ અને નવી પ્રેરણા આપે છે.
ભૌતિક શોધ અર્થે શરૂ કરેલ યાત્રા કયારેક આધ્યાત્મિક શોધનું રૂપ ધારણ કરે છે અને આધ્યાત્મિક શોધ માટે શરૂ કરેલ યાત્રા ભૌતિક શોધને પણ સર્વથા ટાળી શકતી નથી. શોધનો યાત્રાપથ જેટલો લાંબો છે તેટલો જ પ્રાચીન છે. એ યાત્રાએ નીકળેલ બધા જ યાત્રીઓ કોઈ એક જ પડાવ ઉપર વિસામો કે વાસ કરતા નથી હોતા. કોઈ શોધના એક બિંદુએ, કોઈ બીજા બિંદુએ તો કોઈ ત્રીજા બિંદુએ પડાવ નાખે છે અને વળી પાછો આગળ ચાલે છે. કેટલીક વાર શોધકો કોઈ એક પડાવને જ કાયમનો વાસ કે રહેઠાણ બનાવી લે છે. લક્ષ્ય એક જ હોવા છતાં શક્તિ, જિજ્ઞાસા, પ્રયત્ન અને રુચિના તારતમ્યને લીધે ક્યારેક માર્ગમાં તો ક્યારેક વિશ્રાન્સિસ્થાનોમાં શોધકો શોધકો વચ્ચે અંતર દેખાય છે. આધ્યાત્મિક વિષયની શોધને ઉદ્દેશી સ્પષ્ટીકરણ કરવું હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org