________________
૯. ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા
કેળવણી સૂર્યના પ્રકાશ જેવી છે.
કેળવણી એ સૂર્યના પ્રકાશ જેવી છે. એ માત્ર બીજી વસ્તુનો જ અંધકાર ખસેડી સંતોષ નથી પકડતી, પણ એ તો પોતાના ઉપરના અંધકારને પણ સાંખી નથી શકતી. ખરી વાત તો એ છે કે કેળવણી પોતાના સ્વરૂપ અને પોતાનાં બધાં જ અંગો વિષેની ભ્રમણાઓ કે અસ્પષ્ટતાઓ સહી નથી શકતી – તેના આ એક જ બળને લીધે તે બીજા વિષયો ઉપર પણ પ્રકાશ ફેંકી શકે છે. કુશળ ચિકિત્સક પોતાનું દરદ પ્રથમ જ પારખે છે, અને તેથી જ તે બીજાના રોગોની ચિકિત્સા અનુભવસિદ્ધ બળથી કરે છે. મેકોલેની પ્રસિદ્ધ મિનિટ પ્રમાણે હિન્દુસ્તાનમાં શરૂ થયેલ કારકુની અંગ્રેજી શિક્ષણ પ્રથમ પોતાના વિષેની ભ્રમણાઓ સમજવા ને દૂર કરવા માથું ઊંચક્યું અને સાથે સાથે એ જ શિક્ષણે ધર્મ, ઇતિહાસ, સમાજ, રાજકારણ આદિ બીજા શિક્ષણના વિષયો ઉપર પણ નવી રીતે પ્રકાશ નાખવો શરૂ કર્યો. જે વિષયનું શિક્ષણ અપાવું શરૂ થાય છે તે જ વિષયની, એના શિક્ષણને લીધે વિચારણા જાગ્રત થતાં, અનેક દૃષ્ટિએ પરીક્ષા પણ થવા લાગે છે. જ્યાં ધર્મ ત્યાં વિચારપરીક્ષા હોય જ
ધર્મનો પિતા, એનો મિત્ર અને એની પ્રજા એ બધું વિચાર જ છે. વિચાર ન હોય તેમાં ધર્મની ઉત્પત્તિ ન જ સંભવે. ધર્મના જીવન અને પ્રસરણ સાથે વિચાર હોય જ છે. જે ધર્મ વિચાર ન પ્રગટાવે અને ન પોષે તે પોતાનો આત્મા જ ગુમાવે છે; તેથી ધર્મ વિષે વિચારણા કે પરીક્ષા કરવી એ તેને જીવન આપવા બરાબર છે. પરીક્ષાની પણ પરીક્ષાઓ ચાલે તો પરિણામે એ લાભકારક જ છે. પરીક્ષાને પણ ભયનાં બંધનો સંભવે છે. જ્યાં આપખુદ સરકારી તંત્ર હોય અને કેળવણીની મીમાંસાથી એ તત્રને ધક્કો લાગવાનો સંભવ હોય ત્યાં એવી સમાલોચના સામે કાયદો અને પોલીસ જેલનું દ્વાર બતાવતાં ઊભાં હોય છે. ધર્મપરીક્ષાનાં ભયસ્થાનો
ધર્મની પરીક્ષાને સદ્ભાગ્યે એવો ભય નથી એ ખરું, છતાં એનાં ભયસ્થાનો જુદી જાતનાં હોય છે. પરીક્ષકમાં પૂરી વિચારશક્તિ ન હોય, વિચારશક્તિ હોય છતાં
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org