________________
૨૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ શક્તિ ધરાવે છે, ત્યારે તે યુગમાં માણસજાતનાં હાડમાંસ સાથે સંકળાયેલ ધર્મતત્ત્વનું એકદેશીય શિક્ષણ કદી નભી ન શકે, નભવું ન જોઈએ. ખરી રીતે આ યુગે જ સર્વમિલન યોગ્ય કૉલેજો અને યુનિવર્સિટીઓ ઊભી કરી છે, અને તે જ સંસ્થાઓ પ્રાચીન વિદ્યાધામો અને ધર્મશિક્ષણનાં ધામોનું સ્થાન લઈ રહેલ છે. તેને જ અનુરૂપ ઐતિહાસિક તેમજ તુલનાત્મક ધર્મશિક્ષણનો પાયો નંખાયો છે. આ શિક્ષણ કાં તો પ્રાચીન ધર્મધામોને પોતાની ઉદારતાથી અજવાળશે; અને કાં તો, જો તેઓ પોતાની સંકીર્ણતા નહિ છોડે તો, તેમને અવશ્યમેવ તેજોહીન બનાવશે. શ્રી રાધાકૃષ્ણન સાચું જ કહે છે કે કોલેજો ને યુનિવર્સિટીઓ એ ધર્મપ્રચારનાં ધામો નથી, એ તો શુદ્ધ ને વ્યાપક જ્ઞાન પૂરું પાડનાર શિક્ષણસંસ્થાઓ છે. આજે જ્યાં જુઓ ત્યાં દરેક વિષયના સાર્વજનિક શિક્ષણની મહત્તા વધી રહી છે. આ યુગમાં ધર્મના પણ સર્વગ્રાહ્ય સાર્વજનિક શિક્ષણની કેટલી અગત્ય છે, અને તે વિષે લોકો કેટલી રૂચિ ધરાવે છે એ વસ્તુ દિવસે દિવસે વધતા જતા અને લોકપ્રિય થતા ધર્મવિષયક ઐતિહાસિક અને તુલનાત્મક શિક્ષણથી સિદ્ધ થાય છે. જોકે આવા શિક્ષણની શરૂઆત યુરોપિયનો દ્વારા ને યુરોપની ભૂમિ પર જ થઈ, છતાં ખુશીની વાત તો એ છે કે ભારતના એક સાચા બ્રાહ્મણે એ યુરોપની ભૂમિમાં પણ આ વિષયનું ગુરુપદ પ્રાપ્ત કર્યું છે. જ્યારે મનુએ કહેલું કે કોઈ પણ દેશના વાસીએ ભારતમાં આવીને વિદ્યા મેળવવી, ત્યારે કદાચ તેનો ઊંડો આશય એ પણ હોય કે ભારતના યુગાનુરૂપ બ્રાહ્મણો ભારતની બહાર જઈને પણ યુગાનુરૂપ ભાષામાં યુગાનુરૂપ શિક્ષણ આપશે. જ્યારે સનાતન સંસ્કારના એ દ્વિજો મનુના એ શબ્દને આ જ પણ વળગી રહ્યા છે, ત્યારે મનુના જ્ઞાનનો વારસો ધરાવનાર એક શ્રી રાધાકૃષ્ણન જેવા સનાતની માત્ર તેના શબ્દોને વળગી ન રહેતાં તેના ગર્ભિત અર્થને અમલમાં મૂકે છે.
બુદ્ધિ, સ્મૃતિ, વિશાળ વાચન, સંકલનશક્તિ અને ભાષા પરનું અસાધારણ પ્રભુત્વ એ બધું હોવા છતાં જો શ્રી રાધાકૃષ્ણનને આર્યધર્મ અને તેનાં તત્ત્વોનું વિશદ, સૂક્ષ્મ અને સમભાવી જ્ઞાન ન હોત તો તેઓ આટલી સફળતાથી દુનિયાના બધા જ ધર્મોની તાત્ત્વિક અને વ્યાવહારિક મીમાંસા ભાગ્યે જ કરી શકત.
આ પુસ્તકમાં પદે પદે વિશદતા ટપકતી હોવા છતાં વાચકોને તેનો એકાદ નમૂનો સૂચવવો હોય તો પૃ. ૧૪૯ પર આવેલ “નિવૃત્તિ વિ. પ્રવૃત્તિ’ એ મથાળા નીચે દોરાયેલું ચિત્ર સૂચવી શકાય. વાચકો જોઈ શકશે કે એમાં પૂર્વ ને પશ્ચિમના ધર્મોનો સ્વરૂપભેદ, તેમનો માનસભેદ અને ઉદ્દેશ્યભેદ કેટલી તાદશતાથી ચિત્રિત કર્યા છે. તેમની વિચારસૂક્ષ્મતા માટે બે-ત્રણ સ્થળો સૂચવ્યા વિના સન્તોષ નથી થતો. શ્રી રાધાકૃષ્ણન મોક્ષનું સ્વરૂપ ચર્ચતાં ધર્મોના એક ગૂઢ કોયડાને ઉકેલે છે. કેટલાક મોક્ષને ઈશ્વરની કૃપાનું ફળ માની બહારથી મળી આવનાર એક બક્ષિસ માને છે, જ્યારે બીજા કેટલાક તેને આત્મપુરુષાર્થનું ફળ ગણે છે. એનો ઝીણવટભરેલો ઉકેલ લેખક કરે છે, ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org