________________
૪૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ
ત્યાગી હોય તો તેઓને નહિ હોય પૈસા મેળવવાની કે સંઘરવાની હરીફાઈ, અગર નહિ હોય પૈસાદાર ચેલાઓને પોતાના જ બનાવી રાખવાની ફિકર. એટલે તેઓ શિષ્યસંગ્રહ કે શિષ્યપરિવાર વિષે તદ્દન નિશ્ચિંત હશે અને માત્ર સમાજ પ્રત્યેના પોતાના કર્તવ્યમાં જ પ્રસન્ન હશે. એટલે એવા બે ત્યાગીઓ વચ્ચે નહિ આવવાનો અદેખાઈનો અગર ક્લેશનો પ્રસંગ, અને એ જ રીતે તેમને લીધે તેઓ જે સમાજમાં રહેતા હશે તે સમાજમાં પણ નહિ આવવાનો વિખવાદનો પ્રસંગ. આ રીતે આપણે જોઈ શકચા કે એક સમાજમાં ગમે તેટલા નૈતિક ભૂમિકાવાળા ત્યાગી હોય છતાં તેનાથી સમાજનું કલ્યાણ ન થતાં વધારે અકલ્યાણ જ થવાનું, જ્યારે કોઈ બીજા સમાજમાં સાચો ધાર્મિક ભૂમિકાવાળો ત્યાગી એક હોય તોપણ તે સમાજની શુદ્ધિ ખૂબ જ વધારવાનો.
એક બીજો દાખલો લઈએ. કોઈ સંન્યાસી ભોગવાસના પ્રગટ થતાં સમાજમાં અપજશ થવાના ભયથી દેખીતી રીતે ત્યાગી રહી અનાચાર સેવ્યા કરે; જ્યારે બીજો ત્યાગી તેવી વાસના પ્રગટ થતાં, જો વાસનાને શમાવી ન શકે તો, ગમે તેટલા અપવાદ અને તિરસ્કારનો સંભવ છતાં ખુલ્લેખુલ્લું ગૃહસ્થપણું સ્વીકારે તો પેલા નૈતિક ભૂમિકાવાળા ત્યાગી કરતાં આવો ગૃહસ્થત્યાગી જ સમાજની શુદ્ધિ વધારે સાચવવાનો; કારણ કે, પેલો ભયને નથી જીત્યો જ્યારે બીજાએ ભયને જીતી અંતર અને બહારની એકતા સાધી નીતિ અને ધર્મ બંનેનું પાલન કર્યું છે. આ લાંબી ચર્ચા ઉપરથી જોઈ શકાશે કે સમાજની ખરી શુદ્ધિ અને ખરા વિકાસ માટે ધર્મની જ એટલે કે નિર્ભય, નિઃસ્વાર્થ અને જ્ઞાનપૂર્ણ કર્તવ્યની જ જરૂરિયાત છે. હવે આપણે જોવું જોઈએ કે દુનિયામાં હયાતી ભોગવતા કયા પંથો, કયા સંપ્રદાયો અગર કયા ધર્મો એવા છે કે જે માત્ર એવો દાવો કરી શકે કે અમે જ ધર્મ સેવીએ છીએ અને તે રીતે બીજા કરતાં અમે વધારે સંશુદ્ધિ કરી છે.
આનો ઉત્તર સ્પષ્ટ છે અને તે એ છે કે એવો એકેય પંથ કે સંપ્રદાય દુનિયામાં નથી કે જેણે માત્ર ધર્મનું જ આચરણ કર્યું હોય અને તે દ્વારા માત્ર સમાજની શુદ્ધિ જ સાધી હોય. કોઈ પંથ કે સંપ્રદાય પોતાનામાં અમુક સાચી ધાર્મિક વ્યક્તિઓ થઈ ગયાનો નિર્દેશ કરી સમાજની શુદ્ધિ સાધ્યાનો દાવો કરે તો તેવો દાવો બીજો વિરોધી પંથ પણ કરી શકે; કારણ કે, દરેક પંથમાં ઓછી કે વધતી સાચી ત્યાગી વ્યક્તિઓ થયાનો ઇતિહાસ આપણી સામે મોજૂદ છે. ધર્મનાં કહેવાતાં બાહ્ય રૂપો ઉપરથી સમાજની શુદ્ધિનો આંક કાઢી કોઈ પંથને ધાર્મિકપણાનું પ્રમાણપત્ર તો આપી શકાય જ નહિ; કારણ કે, બાહ્ય રૂપો એટલાં બધાં વિરોધી હોય છે કે તેને લીધે ધાર્મિકપણાનું પ્રમાણપત્ર આપવા જઈએ તો કાં તો બધા જ પંથોને ધાર્મિક કહેવા પડે અને કાં તો બધાને જ અધાર્મિક કહેવા પડે. દાખલા તરીકે કોઈ પંથ મંદિર અને મૂર્તિપૂજાના પોતાના પ્રચારનો નિર્દેશ કરી એમ કહે કે તેણે એ પ્રચાર દ્વારા જનસમાજને ઈશ્વરની ઓળખાણમાં અગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org