________________
ધર્મપ્રવાહો અને આનુષગિક સમસ્યાઓ • ૨૯ ખરેખર તેઓ યોગશાસ્ત્રની ચિત્તભૂમિકાઓ', જૈનશાસ્ત્રનાં ગુણસ્થાનો અને બૌદ્ધ પિટકના “માર્ગોનું જ અત્યંત સરળ ભાષામાં સૂચન કરે છે. તેઓ કહે છે : “મોક્ષ એ આપણા હૃદયમાં વસતા ઈશ્વરત્વનો ધીમે ધીમે થતો વિકાસ છે. ઈશ્વરની કૃપા ને આત્માનો પુરુષાર્થ એ એક જ ક્રિયાનાં બે જુદાં જુદાં પાસાં છે.' પૃ. ૯૯) કર્મ અને પુનર્જન્મ વિષે ચર્ચા કરતાં પાપીનું પાપ ધોઈ કાઢવા બીજો જ માણસ દુઃખ ભોગવે છે એવા ખ્રિસ્તી ધર્મના સિદ્ધાન્તની તેઓ બારીકાઈથી સમીક્ષા કરે છે, અને સમર્થ રીતે સિદ્ધ કરે છે કે સ્વકૃત કર્મ અન્યથા થઈ શકે નહિ, અને થાય તોયે કર્તાના પોતાના સપુરુષાર્થ વડે જ. આ આખી ચર્ચા પૃ. ૧૧૦થી વાંચતાં ભારે રસ પડે તેમ છે.
ભિન્ન ભિન્ન સંપ્રદાયોમાં પરમાત્મદર્શન માટેનાં સાધનોની બાબતમાં કેટલાક ન ભૂંસાય એવા વિરોધો દેખાય છે. કોઈ પરમાત્મદર્શન માટે એક અથવા બીજા પ્રકારની મૂર્તિનું અવલંબન લે છે, જ્યારે બીજા કેટલાક મૂર્તિને સાવ નિરર્થક માની જા કે ચિત્તનને જ પરમાત્મદર્શનનું સાધન માને છે. આ બે માર્ગો વચ્ચે જે ઊંડો વિરોધ છે તેણે ભાઈભાઈ અને કોમ-કોમ વચ્ચે સંક્રામક ઝેર સીંચ્યું છે, ને અનેકોના પ્રાણ હર્યા છે. આ વિરોધનો પરિહાર શ્રી રાધાકૃષ્ણને જે શાસ્ત્રીયતા ને મૌલિકતાથી કર્યો છે તે સાંભળતાં મને મારા જ જીવનનો એક અદ્ભુત પ્રસંગ યાદ આવ્યો. હું જન્મથી મૂર્તિપૂજા ન માનનાર ફિરકાનો હતો. અનેક તીર્થો ને મંદિરોમાં જવા છતાં એમાં પાષાણની ભાવના સિવાય બીજી ભાવના હુરતી નહિ. ક્યારેક પ્રખર જેન તાર્કિક યશોવિજયજીનું પ્રતિમાશતક' મારા વાંચવામાં આવ્યું. એમાં તેમણે એક સરળ દલીલ કરી છે કે પરમાત્માનું સ્મરણ કરવું એ ઉપાસકનું ધ્યેય છે. હવે તે સ્મરણ જો નામથી થતું હોય તો રૂપથી પણ થાય છે જ. એવી સ્થિતિમાં સ્મરણના કોઈ એક સાધનને જ માનવું ને બીજાને તરછોડી કાઢવું એ શું યોગ્ય છે? આ દલીલ મારે કાને પડી તે જ ક્ષણે મારો જન્મસિદ્ધ કુસંસ્કાર સરી ગયો. શ્રી રાધાકૃષ્ણને મૂર્તિ ન માનનારને સંબોધીને આ જ વસ્તુ બહુ વિસ્તારથી ને અતિ ઝીણવટથી કહી છે. તેમણે કહ્યું છે કે પરમાત્મતત્ત્વ એ તો ખરી રીતે વાણી ને મનને અગોચર જ છે, પણ આપણા જેવા અપૂર્ણ અધિકારીને માટે તે માર્ગે આગળ વધવાને, તેનું સ્મરણ પુષ્ટ કરવાને, અનેક પ્રતીકો છે; પછી ભલે તે પ્રતીકો કાષ્ઠ, પાષાણ કે ધાતુનાં મૂર્તિ રૂપ હોય, અગર કલ્પના કે જપસ્વરૂપ માનસિક ને અમૂર્ત હોય. આખરે તો એ બધાં મૂર્તિ-અમૂર્ત પ્રતીકો જ છે. તેમણે આ ચર્ચાપ્રસંગે માનસશાસ્ત્રના સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનનો જે સુમેળ સાધ્યો છે તેના ઉપર કોઈ તટસ્થપણે વિચાર કરે તો એના મનમાંથી મૂર્તિપૂજા સામેનો કાળજૂનો વિરોધ સરી પડ્યા વિના ન રહે.
શ્રી રાધાકૃષ્ણનના નિરૂપણની ખૂબી એમના સમભાવમાં છે. તેઓ સહિષ્ણુતા, દયા અને ઉદારતા કરતાં પણ સમભાવને, ગાંધીજીની પેઠે જ, ઊંચું સ્થાન આપે છે. જ્યારે તેઓ ઇસ્લામની સમીક્ષા કરે છે ત્યારે પણ ઇસ્લામનાં બે તત્ત્વો – ઈશ્વરનું
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org