________________
ધર્મ અને પંથ ૩૫ સૂંઘી શકતું જ નથી! તેને પોતે માનેલું એ જ સુવાસવાળું અને પોતે ચાલતો હોય તે જ રસ્તો શ્રેષ્ઠ લાગે છે, અને તેથી તે બીજે બધે બદબો અને બીજામાં પોતાના પંથ કરતાં ઊતરતાપણું અનુભવે છે.
- ટૂંકમાં કહીએ તો ધર્મ માણસને રાતદિવસ પોષાતા ભેદસંસ્કારોમાંથી અભેદ તરફ ધકેલે છે અને પંથ એ પોષાતા ભેદમાં વધારે અને વધારે ઉમેરો કરે છે, અને ક્યારેક દૈવયોગે અભેદની તક કોઈ આણે તો તેમાં તેને સંતાપ થાય છે. ધર્મમાં દુન્યવી નાનીમોટી તકરારો પણ (ર, જોરુ, જમીનના અને નાનમ–મોટપના ઝઘડાઓ) શમી જાય છે, જ્યારે પંથમાં ધર્મને નામે જ અને ધર્મની ભાવના ઉપર જ તકરારો ઊગી નીકળે છે. એમાં ઝઘડા વિના ધર્મની રક્ષા જ નથી દેખાતી.
આ રીતે જોતાં ધર્મ અને પંથનો તફાવત સમજવા ખાતર એક પાણીનો દાખલો લઈએ. પંથ એ સમુદ્ર, નદી, તળાવ કે કૂવામાં પડેલા પાણી જેવો જ નહિ, પણ લોકોના ગોળામાં, ખાસ કરીને હિંદુઓના ગોળામાં પડેલ પાણી જેવો હોય છે. જ્યારે ધર્મ એ આકાશથી પડતા વરસાદના પાણી જેવો છે. એને કોઈ સ્થાન ઊંચું કે નીચું નથી. એમાં એક ગાએ એક સ્વાદ અને બીજી જગાએ બીજો સ્વાદ નથી. એમાં રૂપરંગમાં પણ ભેદ નથી અને કોઈ પણ એને ઝીલી કે પચાવી શકે છે. જ્યારે પંથ એ હિંદુઓના ગોળાના પાણી જેવો હોઈ તેને મન તેના પોતાના સિવાય બીજાં બધાં પાણી અસ્પૃશ્ય હોય છે. તેને પોતાનો જ સ્વાદ અને પોતાનું જ રૂપ, ગમે તેવું હોવા છતાં, ગમે છે અને પ્રાણાંતે પણ બીજાના ગોળાને હાથ લગાડતાં રોકે છે.
પંથ એ ધર્મમાંથી જન્મેલો હોવા છતાં અને પોતાને ધર્મપ્રચારક માનવા છતાં તે હંમેશાં ધર્મનો જ ઘાત કરતો જાય છે. જેમ જીવતા લોહી અને માંસમાંથી ઊગેલો નખ જેમ જેમ વધતો જાય તેમ તેમ તે લોહી અને માંસને જ હેરાનગતિ કરે છે; તેથી
જ્યારે એ વધુ પડતો નખ કાપવામાં આવે ત્યારે જ હાડપિંજરની સલામતી સચવાય છે, તેમ ધર્મથી વિખૂટો પડેલો પંથ (એક વાર ભલે તે ધર્મમાંથી જન્મ્યો હોય છતાં) પણ જ્યારે કાપ પામે અને છેદાય ત્યારે જ માણસજાત સુખી થાય. અલબત્ત, અહીં એ પ્રશ્ન જરૂર થશે કે ધર્મ અને પંથ વચ્ચે મેળ છે કે નહિ અને હોય તો તે કેવી રીતે ? એનો ઉત્તર સહેલો છે. જીવતા નખને કોઈ નથી કાપતું. ઊલટો એ કપાય તો દુઃખ થાય છે, લોહી અને માંસની સલામતી જોખમમાં આવે છે, તે સડવા લાગે છે; તેમ જો પંથની અંદર ધર્મનું જીવન હોય તો તે પંથ એક નહિ હજાર હો – શા માટે માણસ જેટલા જ ન હોય ? – છતાં લોકોનું કલ્યાણ જ થવાનું; કારણ કે, એમાં પ્રકૃતિભેદ અને ખાસિયતો પ્રમાણે હજારો ભિન્નતાઓ હોવા છતાં ક્લેશ નહિ હોય, પ્રેમ હશે; અભિમાન નહિ હોય, નમ્રતા હશે; શત્રુભાવ નહિ હોય, મિત્રતા હશે; ઊકળવાપણું નહિ હોય, ખમવાપણું હશે. પંથો હતા, છે અને રહેશે પણ તેમાં સુધારવા જેવું કે કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org