________________
૩. જીવનશિલ્પનું મુખ્ય સાધન
જીવન એ માત્ર શારીરિક નથી. તેથી ઊંડું અને સૂક્ષ્મ જીવન માનસિક છે અને તેથી પણ વધારે સૂક્ષ્મ અને સ્થાયી જીવન આધ્યાત્મિક છે. એવા જીવનમાં શિલ્પ રચવું એટલે એની વિવિધ કારીગીરી હસ્તગત કરવી.
સામાન્ય રીતે આપણે બધા જ જીવનના કોઈ ભાગને સ્પર્શી તેના ઘડતર ઉ૫૨ લક્ષ આપીએ છીએ. પરિણામે જીવન ઘડાતું નથી અને ઘડાય છે તે એકાંગી હોઈ વિકૃત જેવું બની જાય છે.
તત્ત્વજ્ઞાન એ જીવનના બધા અંશોને સ્પર્શી વિચાર કરે તો જ એ વસ્તુનું યથાર્થજ્ઞાન છે એમ કહી શકાય. તત્ત્વજ્ઞાનની અનેક વિચારસરણીઓ છે. પરિભાષાઓ પણ જુદી જુદી છે. આ ભેદને લીધે સામાન્ય જનને તત્ત્વો કે તત્ત્વ જુદાં જુદાં ભાસે છે. શબ્દનિરૂપણ અને તજ્જન્ય બોધની જે ભિન્ન ભિન્ન છાપ મન ઉપર પડે છે તે માણસને મૂળ વસ્તુના અભેદ ભણી વિચાર કરતા મોટે ભાગે રોકે છે. આનો વ્યાવહારિક ઉપાય શો એ પ્રશ્ન પણ જીવનશિલ્પી કે જીવનઘડવૈયાને થાય છે.
એનો ઉત્તર ઋષિઓએ આપ્યો છે અને તે એ કે જે તત્ત્વજ્ઞાન અંતરમાં વસ્યું કે સમજાયું હોય તે પ્રમાણે જીવન જીવવાનો પ્રામાણિક પ્રયત્ન એ જ તત્ત્વજ્ઞાનની ભિન્ન ભિન્ન સમજણમાં રહેલા અભેદને સ્પષ્ટપણે સમજાવી આપે છે. જેઓ એવો પ્રામાણિક પ્રયત્ન કરે છે તે ગમે તે વિચા૨સરણી અને ગમે તે પરિભાષા સ્વીકારતા હોય, છતાં જીવનશુદ્ધિની એક જ સમાનભૂમિકા ઉપર આવી ઊભા રહે છે. પછી તેમને પરંપરા અને શાસ્ત્રોના શાબ્દિક ભેદો આડે નથી આવતા. તેમને બાહ્ય આચાર અને જીવન પ્રણાલીઓના ભેદ પણ નથી નડતા. એ ભેદનું ખોખું તેમને માટે ઉપરછલ્લું રહી જાય છે અને શુદ્ધિની અભેદ ભૂમિકા જ વાસ્તવિક બની રહે છે.
આથી જ કહેવાયું છે કે વિચારની શુદ્ધિ આચારથી થાય છે. અહીં સમજવું ઘટે કે આચાર એટલે બીજાઓ દેખી શકે એવો માત્ર સ્થૂળ આચાર નહિ, પણ શ્વાસોચ્છ્વાસની પેઠે જીવનમાં વણાયેલો અને આત્મસાક્ષીએ પ્રતીત થાય એવી સવૃત્તિઓના સંસ્કારનો આચાર. બીજી રીતે એમ કહી શકાય કે આચારની શુદ્ધિ વિચારથી થાય છે. જેમ જેમ સૂક્ષ્મ અને સમભાવી વિચા૨ ક૨વામાં આવે તેમ તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org