________________
બીજુ :
સફળતાની સીડી બિચારે દાસીપુત્ર! એક મનુષ્ય ભિક્ષુક જણાતા કઈ મનુષ્યને કુતૂહલવશાત્ પ્રશ્ન કર્યોઃ “અરે ભિક્ષુક! તારી લગેટીમાં વસ્ત્રનું નામનિશાન રહ્યું નથી, તે કેવલ દોરામય દેખાય છે, તેનું કારણ શું ?'
ભિક્ષુકે કહ્યું: “એ લગેટી નથી પણ માછલાં પકડવાની જાળ છે.”
આ જવાબથી આશ્ચર્યચકિત થયેલા મનુષ્ય બીજો પ્રશ્ન પૂછેઃ “તું મચ્છી ખાય છે ?”
ભિક્ષુકે કહ્યું: “હા, હું મછી ખાઉં છું, કારણ કે એકલી મદિરા સારી લાગતી નથી.”
પ્રશ્ન પૂછનાર વધારે આશ્ચર્યચકિત થયે. તેણે ત્રીજો પ્રશ્ન પૂછયેઃ “એટલે તું મદિરા પણ પીએ છે ?”
ભિક્ષુકે કહ્યું: “શું કરું? નિત્ય વેશ્યાને ત્યાં જાઉં છું એટલે ફરજિયાત પીવી પડે છે. ”
પ્રશ્ન પૂછનાર આભો બન્યા. તેણે ચોથો પ્રશ્ન પૂછેઃ ‘ત્યારે તું વેશ્યાગમન પણ કરતો હઈશ ?”
ભિક્ષુકે કહ્યું: “મનેથી ઘેરાયેલા મનુષ્યને માટે એ જ એક વિશ્રાંતિનું સુંદર સ્થાન છે.”
પ્રશ્ન પૂછનારને સમજ પડી નહિ કે હવે આને શું પૂછવું? છતાં તેણે પાંચમો પ્રશ્ન પૂછયેઃ “શું તું દુશ્મનોથી ઘેરાયેલો છે ?”
ભિક્ષુકે કહ્યું: “હા, કેટલાક માણસે મારી સાથે દુશમના