________________
પડવું ન
આ
નીકળતા જ આપવી નહિ
બીજું :
: ૩પ :
સફળતાની સીડી તે વખતે શેઠે કહ્યું: “તમે કેટલા વફાદાર છે, તેની મને ખબર છે. પણ જૂના માણસ જાણીને હું કાંઈ બોલતે નથી ત્યારે તમે વધારે પડતી છૂટ લેતા જાઓ છે, માટે હવે પછી તમારે મારી કોઈ પણ વાતમાં વચ્ચે પડવું નહિ અને મને વણમાગી શિખામણ આપવી નહિ !” શેઠના મુખમાંથી આવા શબ્દો નીકળતાં મુનિમના તે હેશકોશ ઊડી ગયા. જાણે ચંદ્ર અગ્નિ કરતે હોય, જાણે સાગર માઝા મૂકતે હોય, જાણે પગ નીચેની ધરતી સરકી રહી હોય તે દુઃખદ અને આશ્ચર્યકારી અનુભવ કરવા લાગ્યા, પણ ડીવારે એ વચનની કળ કાંઈક મળી પડી ત્યારે વિચાર કરવા લાગ્યા કે “શેઠની સેબત ખરાબ છે અને તેમના કાનમાં પૂરેપૂરું ઝેર રેડાયું છે, એટલે હાલ મારી કઈ પણ વાત માનશે નહિ. વળી તેમને દિનમાન પણ હવે પાંસરે હોય તેમ જણાતું નથી. નહિ તે આવી કુબુદ્ધિ ક્યાંથી સૂઝે?” એટલે તેણે કહ્યું: “મારા માલિક ! આ શબ્દો આપના મુખમાંથી નીકળતા હોય તેમ હું માનતો નથી, કારણકે આપની સજજનતા અને વિવેકથી હું પૂરેપૂરે પરિચિત છું. એટલે આ વચને આપનામાં દાખલ થયેલા કઈ ભૂત-પ્રેત, પિશાચ કે વ્યંતરના જણાય છે. તેથી તેને અસ કે એરતો કરતો નથી. મારી વફાદારી માટે આપ કહે તેવા પ્રમાણે આપવા તૈયાર છું. વધારે શું કહું? જે ધણનું મેં નિમક ખાધું છે, તેના પ્રત્યેની મારી અખંડ વફાદારી જ મને આ વચને બેલાવી રહી છે, નહિ તે હું જાણું છું કે ભીંતમાં ૧ણે લાગી ચૂકયે છે અને ખેતરમાં હિમ પડી ચૂકયું છે.'
આ શબ્દથી શેઠ એકદમ ઉશ્કેરાઈ ગયા અને બોલી ઊઠ્યા