________________
બીજું :
- સફળતાના પાડી
- "विजेतव्या लका चरणतरणीयो जलनिधि
विपक्षः पौलस्त्यो रणभुवि सहायाच कपयः। तथाप्याजौ रामः सकलमवधीद्राक्षसकुल, क्रियासिद्धिः सच्चे वसति महतां नोपकरणे ॥" લંકા જે સુરક્ષિત દેશ જિતવાને હતે, સમુદ્રને હાથે-પગે તરવાને હતે, સામે રાવણ જે મહાબળિયે શત્રુ હતું અને રણક્ષેત્રમાં મદદ કરનારા મહાન યોદ્ધાઓ નહિ પણ માત્ર વાનરે હતા તે પણ શ્રીરામે સકલ રાક્ષસકુલને ઝપાટાંમાં જિતી લીધું; તેથી એ વાત નક્કી છે કે-મહાપુરુષની કિયાસિદ્ધિને આધાર સાધન-સાગ પર નથી, પરંતુ પિતાના પુરુષાર્થ ઉપર જ છે.
" घटो जन्मस्थानं मृगपरिजनो भूर्जवसनं,
वने वासः कन्दैरशनमतिदुःस्थं वपुरिति । इतीदृक्षोऽगस्त्यो यदपिषदपारं जलनिधि, क्रियासिद्धिः सच्चे वसति महतां नोपकरणे ॥" ઘડામાં જન્મ્યા હતા, પરિવારમાં પશુઓ હતા,. પહેરવામાં ભૂર્જ વૃક્ષની છાલ હતી, વસવાટ જંગલમાં હતું, ખાવા માટે વૃક્ષ–વેલીનાં કંદ હતા અને શરીર પણ ઘણું જ કઢશું કે વામણું હતું-આવા વિચિત્ર સાધન-સ્થાન સમયમાં રહેલા અગત્સ્ય ઋષિ અપાર એવા જલનિધિને ગટગટાવી ગયા તેથી એ વાત નક્કી છે કે મહાપુરુષોની ક્રિયાસિદ્ધિને આધાર સાધન–સ પર નથી, પરંતુ પિતાના પુરુષાર્થ પર જ છે.