________________
ધમધ-રંથમાળા
: ૦૦:
૧ પુરુષ
તો તે પિતાને ધંધે, વ્યાપાર કે રાજગાર ચાલુ રાખે જ નહિ; કારણ કે કઈ પણ જાતની આશા વિના મનુષ્ય પ્રવૃત્તિ કરે તે બનવું અસંભવિત છે. જે સાધુસંતો અને મહાત્મા–મુનિઓ નિરાસક્તભાવે કાર્ય કરતા હોય છે તેમને પણ અપૂર્વ આત્મસંતેષની આશા હોય છે. જે તેમ ન હોય તે તેઓ એ પ્રવૃત્તિ શા માટે કરે? એટલે તેની આશા, તેને ઉત્સાહ કે તેને ઉમંગ એ વીર્ય છે. અને તે જે જે મુશ્કેલીઓને ધૈર્યથી ઓળંગી જાય છે, તે પરાક્રમ છે. મુશ્કેલીઓને ઓળંગી જવી એ જેમ પરાક્રમ છે તેમ મુશ્કેલીઓ સામે ટકી રહેવું એ પણ પરાક્રમ જ છે. તાત્પર્ય કે તે મનુષ્ય જ્યારે ઉત્થાન, કર્મ, બેલ, વીર્ય અને પરાક્રમને આશ્રય લે છે ત્યારે જ પિતાની અર્થોપાર્જનની ધારણમાં સફલતા મેળવી શકે છે.
(૨) બીજે મનુષ્ય દૂધપાક-પુરીનું ભજન કરવા ઈચ્છે છે, તે પહેલાં તે એ જાતનું ભેજન તૈયાર કરવાનો નિર્ણય કરશે અને તે માટે તત્પર થશે. આ થયું ઉત્થાન. પછી એ માટે કાર્યની શરૂઆત કરશે. એ થયું કર્મ. એ કાર્યમાં તેને ચૂલાની જરૂર પડશે, ઈંધણની જરૂર પડશે, અગ્નિની જરૂર પડશે, તપેલા કે તાવડાની જરૂર પડશે, તાવેથાની જરૂર પડશે, દૂધ-સાકર અને ચેખાની જરૂર પડશે, બદામ-પિસ્તા, જાયફલ તથા કેશરની જરૂર પડશે તેમ જ પૂરીઓ તૈયાર કરવા માટે ઘઉંના આટાની તેલની, ઘીની, પાણીની, ઓરસિયાની, વેલણાની, ઝારાની એમ અનેક વસ્તુઓની જરૂર પડશે. આ વસ્તુઓ તે એકઠી કરશે કે એકઠી કરવાનો હુકમ કરશે તે ક્રિયા અને તેને કેમ મેળવવી, કેમ ઉપગમાં લેવી તેને