________________
*
જ
બીજું :
૦ ૧૯ ૪ સફળતાની સીડી અમુક રોજગાર શરૂ કરશે. પછી તે ધંધા માટે જાતમહેનત કરશે, તે સંબંધી ગ્રાહકોને માહિતગાર કરશે અને તેના સંચાલન વિષે અનેક જાતના વિચારો કરશે. વળી એ ધંધા વિષે તેના મનમાં આશા હશે, ઉત્સાહ હશે, ઉમંગ હશે એટલે જ તે એ ધંધાને ચાલુ રાખી શકશે. અને એ ધંધામાં કદાચ કેઈ નાની મેટી મુશ્કેલીઓ આવશે તે તેને ધૈર્યપૂર્વક ઓળંગી જશે. જ્યારે તે આ રીતે ધંધે, વ્યાપાર કે રોજગાર કરશે ત્યારે જ પિતાની અર્થોપાર્જનની ધારણમાં સફલ થશે.
અહીં ઘધ, વ્યાપાર કે રોજગાર કરવાની તત્પરતા એ ઉત્થાન છે, કારણ કે એ તત્પરતા કેળવવામાં તેણે આળસને ત્યાગ કર્યો હશે, યા તે જડતાને ખંખેરી હશે, યા તે નાસીપાસીને દૂર કરી હશે અથવા તે પ્રમાદને પરિહાર કર્યો હશે. જે તેવું કાંઈ પણ ન બન્યું હોત તે તે ધવ્યાપાર કે રોજગાર કરવા તૈયાર થાત નહિ. પછી તે ધંધાની, વ્યાપારની કે રોજગારની શરૂઆત કરે છે, એ કર્મ છે, કારણ કે તે એક જાતનું કાર્ય શરૂ કરે છે, એક જાતને ઉદ્યમ કરવા લાગે છે, એક પ્રકારના કર્તવ્યને સ્વીકાર કરે છે અને એક પ્રકારની ફરજ પર ચડી જાય છે. પછી તે જાતમહેનત કરે છે, ગ્રાહકેને માહિતી આપે છે અને સંચાલનને લગતા અનેકવિધ વિચાર કરે છે, તે બલ છે, કારણ કે તેમાં કાયા, વાણી અને મનની શક્તિનો ઉપયોગ થાય છે. હવે તે ધંધે, વ્યાપાર કે રોજગાર કરતી વખતે તેના મનમાં એક જાતની આશા હોય છે કે “આ ધંધાથી હું ધન કમાઈશ, મારી પ્રતિષ્ઠા જામશે, મારી આબરૂ વધશે” વગેરે. આવી કોઈ પણ આશા ન હોય