________________
ધબાધ-ગ્રંથમાળા
' ર '
: પુષ્પ
( પચ્ચકખાણુ ) એ કમ છે, કારણ કે ત્યારથી જ ક્રોધ છેડવાની શરૂઆત થાય છે. શરીરને ક્રોધમાં પ્રવવા ન દેવું, વાણીમાં ક્રોધને વ્યક્ત થવા ન દેવા અને મનમાંથી પણ ક્રોધના આવેશને દૂર કરવા એ બલ છે. એ રીતે ક્રોધને કાયા, વાણી અને મનમાંથી હાંકી કાઢવામાં ઉત્સાહ થવા, ઉલ્લાસ થવા, ઉમંગ થવા એ વીય છે. અને ક્રોધ કરવા માટેનાં ગમે તેવાં પ્રબલ નિમિત્તેા મળી આવે છતાં તેને પ્રકટ થવા દેવા નહિ તે પરાક્રમ છે. આ રીતે જ્યારે તે ઉત્થાન, કર્મ, ખલ, વીર્ય અને પરાક્રમના પગથિયે ચડે છે ત્યારે જ ક્રોધ પર જય મેળવવવાની પેાતાની ધારણામાં સફલતા પ્રાપ્ત કરે છે. તાત્ત્વિક રહસ્ય
પુરુષાર્થના આ પાંચ અંગોનું તાત્ત્વિક રહસ્ય નીચે મુજબ સમજવાથી સિદ્ધિ કે સલતા સત્વર સાંપડશેઃ
(૧) ઉત્થાન એટલે આળસ મરડીને ઊભા થવું, જડતા છોડીને જાગૃત થવુ, નિરાશા કે નાસીપાસના ત્યાગ કરવા અને પ્રમાદ માત્રનો પરિહાર કરીને કર્ત્તવ્ય બજાવવા તત્પર થવુ.
(૨) કર્મ એટલે નિશ્ચયપૂર્વક કામે લાગવું, ઉદ્યમ કરવા મચી પડવુ', કર્ત્તના સ્વીકાર કરવા કે ફરજ પર ચડી જવું.
(૩) ખલ એટલે સ્વીકૃત કાર્ય માં કાયા, વાણી અને મનના અલનો અને તેટલા વધારે ઉપયોગ કરવા, પ્રાણ પરાવવા.
(૪) વીર્ય એટલે સ્વીકૃત કાર્યને પાર પાડવામાં આનંદ માનવા, ઉલ્લાસ રાખવા કે ઉમંગ ધરાવવા,
(૫) પરાક્રમ એટલે અંતરાયા, મુશ્કેલીઓ, પરીષહા કે