________________
ધમબોધ-રંથમાળા
પુષ્પ પાપ કરવાની અનિરા એ મધ્યમ પુરુષનાં લક્ષણે છે અને શુભ ભાવના, દયેયનું સતત સ્મરણ, લક્ષ્યને પહોંચવાને પરમ પુરુષાર્થ અને પાપને સદંતર ત્યાગ એ ઉત્તમ પુરુષનાં લક્ષણે છે. આ ત્રણ પ્રકારના પુરુષોમાં મારું સ્થાન ક્યાં છે?” તેને વિચાર પ્રત્યેક સુજ્ઞ મનુષ્ય તટસ્થ ભાવે–અંતરની સાક્ષીએ કરે ઘટે છે. - પુરુષના ઉત્તમ, મધ્યમ અને અધમ એ ત્રણ વિભાગે તેના વર્તન, વિકાસ કે ગુણને અનુલક્ષીને પાડવામાં આવે છે. તેથી જે મનુષ્ય પિતાનું વર્તન ઉત્તરોત્તર સુધારતો જાય, પિતાને વિકાસ ઉત્તરોત્તર સાધતા જાય અને પોતાનામાં રહેલાં ગુણનાં બીજને અંકુરિત, પલ્લવિત, પત્રિત અને પુષિત કરીને છેવટે સફલ બનાવતે જાય તે જઘન્ય, કનિષ્ટ કે અધમમાંથી વિમધ્ય કે મધ્યમ બની શકે છે અને વિમધ્ય કે મધ્યમમાંથી ઉત્તમ, પવિત્ર કે પૂર્ણ બની શકે છે. તેથી જ સદ્ગુણપ્રાપ્તિ માટે નિરંતર પ્રયત્ન કરે એ સફળતાની સીડી પરનું ઉત્તમ આરોહણ છે.
સર્વ જી પુરુષાર્થના પ્રશસ્ત પથને અનુસરો એ જ મંગલ કામના.