________________
બીજું ઃ
સફળતાની સીડી વિદને સામે વૈર્યપૂર્વક ઊભા રહેવું અને તેમને ઓળંગી જવાની વીરતા બતાવવી.
ઉપસંહાર પડવું કે ચડવું એ મનુષ્યના પિતાના હાથની વાત છે. જે મનુષ્ય ગમાર બનીને ગફલતમાં રહે છે, તેઓ અધઃપતનના અંધારા કૂવામાં અવશ્ય ગબડી પડે છે અને જે મનુષ્ય સમજુ થઈને પુરુષાર્થને સાધે છે તેઓ મુકિતસુખના મિનારા પર અવશ્ય ચડી જાય છે. તેથી ઈરછવા ગ્ય એ છે કે આજે જ આળસ મરડીને ઊભા થાઓ, આજે જ જડતાને છેડી જાગૃત થાઓ, આજે જ નિરાશા કે નાસીપાસને ત્યાગ કરો અને આજે જ પ્રમાદને પરિહાર કરીને કર્તવ્યનું પાલન કરવા તત્પર બને. કર્તવ્ય એટલે ધર્મનું ઉલ્લાસમય આરાધન કે મંગલમય મુકિત માટેને પરમ પુરુષાર્થ.
આ જગતમાં જે મહાપુરુષે કૃતકૃત્ય થયા છે, નિષિતાર્થ થયા છે, સિદ્ધબુદ્ધ-પારગત અને પરંપરાગત થયા છે, તે સઘળાએ પુરુષાર્થનું જ આલંબન લીધું હતું, પુરુષાર્થનું જ અનુસરણ કર્યું હતું અને પુરુષાર્થને જ પિતાને જીવનમંત્ર બનાવ્યું હતું. એટલે એ વાત નિર્વિવાદ સિદ્ધ છે કે–પુરુષાર્થ એ જ સફલતાની સીડી છે, પુરુષાર્થ એ જ મુક્તિમંદિરનું ભવ્ય પ્રવેશ દ્વાર છે અને પુરુષાર્થ એ જ અક્ષય-અનંત-અપરિમિત સુખનું સાચું સાધન છે.
વિચારશૂન્યતા, દયેયહીનતા, લય રહિતપણું તથા પાપાચરણ પ્રત્યેનું માનસિક વલણ એ અધમ પુરુષનાં લક્ષણ છે, સુવિચાર, યેયનું ભાન, લક્ષ્યને ખ્યાલ અને પાપભીરુતા કે