Book Title: Safaltani Sidi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 74
________________ બીજું : ૧ ૧૭ : સફળતાની સીડી નહિ તે બીજું શું?) તેથી જે પુરુષ ક્રિયાવાન ( જાણેલું અમલમાં મૂકનાર) છે, તે જ સાચે વિદ્વાન (સમજુ) છે. ઔષધનું સારી રીતે ચિંતન કરનાર રેગીને માત્ર તે જ્ઞાન વડે નીરોગી અવસ્થા પ્રાપ્ત થતી નથી. તાત્પર્ય કે–જાણેલું અમલમાં મૂકે છે, ત્યારે જ ફાયદો થાય છે.” " पठका पाठकश्चैव, ये चान्ये शास्त्रचिन्तकाः । सर्वे व्यसनिनो ज्ञेया, यः क्रियावान् सः पण्डितः॥" શાને ભણનાર, ભણાવનાર અને તેના પર ઊંડું ચિંતન કરનાર (પણ અમલમાં ન મૂકનાર) દુઃખી જાણવા. (કારણ કે તેમણે શાસ્ત્રોને મર્મ સમજવા માટે ઘણે પરિશ્રમ ઉઠાવ્યું, પણ તેના અમલથી થનારે લાભ ઉઠાવ્યા નહી.) જે મનુષ્ય ક્રિયાવાન (જાણેલું અમલમાં મૂકનાર) છે, તેને જ પંડિત (સાચે સમજુ) જાણ. લેકભાષામાં કહીએ તે “પોથીમાંનાં રીંગણું ” જેવા કે પપટના રામ રામ” જેવા જ્ઞાનથી આપણે દહાડે વળતે નથી. એટલે જીવનને સફલ કરવા માટે જે વસ્તુની ખાસ જરૂર છે, તે “પ્રશસ્ત પ્રયત્ન ની છે, “પૂર્ણ પ્રયાસ”ની છે, પરમ પુરુષાર્થની છે. બીજી રીતે કહીએ તે જ્યાં સુધી આપણું એદીપણું દૂર થાય નહિ, જ્યાં સુધી આપણે આળસુ સ્વભાવ બદલાય નહિ અને જ્યાં સુધી આપણી પ્રમાદ-પ્રકૃતિનું પરિવર્તન થાય નહિ, ત્યાં સુધી “જય,” “વિજય,’ ‘સિદ્ધિ” કે “સફલતા માત્ર શેખચલ્લીને તર્ક રહેવાને જ સરજાયેલાં છે. ઈરછામાત્રથી કેઈએ સાગરને ઓળંગે છે ખરા ? વિચાર

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82