________________
બીજું
* ૫ :
સફળતાની સીડી અનુલક્ષીને બેલાયેલા છે. ઘણું સાંભળવા છતાં, ઘણું વાંચવા છતાં, ઘણું વિચારવા છતાં અને ઘણું ઘણું જાણવા છતાં, જે જીવનને સંસ્કારી બનાવવાને કેડ જાગે નહિ કે જિંદગીને સફલ બનાવનારી ક્રિયાઓને અનુસરવાને ઉમંગ પ્રકટે નહિ તે એ શ્રવણને, એ વાંચનને; એ વિચારને અને એ જાણપણાને અર્થ શું?
આજે આપણું જીવન પાપ પંકમાં ખેંચી ગયું છે; આજે આપણું જીવન કામગના કાદવમાં રગદોળાય છે; આજે આપણું જીવન કર્તવ્યને કમનીય પંથ છેડીને વામાચારની વિષમ વાટ તરફ ઘસડાઈ રહ્યું છે. અન્યથા કંચન અને કામિનીને આટલે કેફ શાને હોય? સુવર્ણ અને સુંદરીનો આટલે શેખ કેમ પ્રકટે? લક્ષમી અને લલનાની આટલી લાલચ કેમ હોય? વધારે દિલગીરીની વાત તો એ છે કે-આજે ભણેલા મૂર્ખ બન્યા છે, શાણુ ગણાતા સેતાન બન્યા છે અને સમજીને ઈલ્કાબ ધરાવનારાઓએ સામાન્ય સમજને પણ કેરે મૂકી છે. પ્રમાદની પ્રચુરતાને લીધે તેઓ શું બેલે છે, તેનું પણ ભાન નથી. જે “મેં હજારો વર્ષ સુધી માનવજાતિને કર્તવ્યને પંથ દશ, જીવનના ઉચ્ચ આદર્શોનું ભાન કરાવ્યું, જિંદગીના ગૂઢ પ્રશ્નને ઉકેલ બતાવ્યું અને નીતિના પાયાનું મજબૂત ચણતર કર્યું, તેને જ તેઓ અફીણુના વ્યસનની ઉપમા આપે છે, તેને જ તેઓ સાંપ્રદાયિક ઝેર કહીને વગેરે છે અને તેને જ તેઓ હંબગ માનવાની હદ સુધી પહોંચી જાય છે !! આ બેજવાબદાર વક્તવ્યનું, આ પાગલ પ્રલાપનું, આ