________________
બીજું:
: ૬ :
સરળતાની સીડી જે મનુષ્યો સુખ મળવા છતાં કે દુખ મળવા છતાં તેમાંથી કોઈ પણ પ્રકારને બંધ ગ્રહણ કરતા નથી એટલે કે પિતાના જીવનને મરજી મુજબ ચાલવા દે છે, તેઓને અધમ જાણવા. વધારે સ્પષ્ટ કહીએ તો આવા મનુષ્યો સુખ કે દુઃખનાં કારણેને કાંઈ પણ વિચાર કરતા નથી, તેથી તેમાંથી કોઈ પણ જાતને બોધ ગ્રહણ કરી શકતા નથી, એટલે તેમનું જીવન ઉદ્દેશ્યથી રહિત હોય છે, યેયથી વિહીન હોય છે કે સાધ્યના કઈ પણ જાતના ખ્યાલ વિનાનું હોય છે. આવા પુરુષે મોટા ભાગે ગતાનુગતિક ન્યાયથી ચાલે છે અને પિતાનું જીવન લેકૅષણના પ્રવાહમાં વહેવા દે છે. એમ કરતાં આયુષ્ય જ્યારે પૂર્ણ થાય છે ત્યારે તેઓને લાગે છે કે-તેઓ ખરેખરું કવન જીવ્યા જ નથી અને પ્રાપ્ત થયેલી આણ મત તકનો લાભ લેવાનું એક જ ચૂકી ગયા છે. બીજા શામાં કહીએ તે આવા મનુષ્યોને અંતસમયે પિતાની જિંદગી નિષ્ફલ જણાય છે, તેથી ભયંકર નિષ્ફલતા, નિરાશા કે નાસીપાસીને અતિ કડ અનુભવ થાય છે.
જવાબદારીઓ અદા કરો. પુરુષના ઉત્તમ, મધ્યમ, અધમ-આ ત્રણ વિભાગે કર્તવ્યપાલન, વર્તન કે વિકાસને અનુલક્ષીને પાડવામાં આવ્યા છે, તેથી જે મનુષ્ય પોતાના કર્તવ્યપાલનમાં વધારે તત્પર બનતે જાય, પોતાના વર્તનને ઉત્તરોત્તર સુધારોં જાય અને દિનપ્રતિદિન વિકાસની સાધના કરતા જાય તે અધમમાંથી મધ્યમ અને મધ્યમમાંથી ઉત્તમ બની જીવનના મહાન ઉદેશને પૂણે કરી શકે છે અને અનંત અવ્યાબાઈ આત્મસુખની પ્રાપ્તિ